નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશના વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ (Oxygen tanker airlifting) શરૂ કર્યું છે.
આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશ મેડિકલ ગ્રેડ ઑક્સીજનની અછતનો સામનો કરી રહ્યું છે. દેશની અનેક હૉસ્પિટલોમાં ઑક્સીજનની અછતને પગલે કટોકટી જેવી સ્થિતિ છે. અનેક હૉસ્પિટલોમાં દર્દીઓ ઑક્સીજન વગર દમ તોડી રહ્યા છે.