એક તરફ IPL માં સ્પર્ધા વધુને વધુ રસપ્રદ બની રહી છે ત્યાં જ Delhi Capitals(DC) ની ટીમમાં કોરોનાની એન્ટ્રી, ગયા અઠવાડિયે ટીમના ફિઝિયો ફરહાર્ટ નો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે એક ખેલાડી પોઝીટીવ આવતા પુરી ટીમનો પુના ખાતેનો પ્રવાસ મુલત્વી રાખવામાં આવ્યો છે અને ટીમને મુંબઈમાં કવોરન્ટાઈન કરી દેવામાં આવી છે.
Delhi Capitals(DC) ટીમના એક વિદેશી ખેલાડીએ કોવિડ-19 મા પોઝીટીવ પરીક્ષણ કર્યું છે, જેના કારણે ફ્રેન્ચાઇઝી ને તેની Punjab Kings સામેની આગામી IPL મેચ માટે પુના ની મુસાફરીમાં વિલંબ કરવાની ફરજ પડી છે. એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરમાં કેટલાક લક્ષણો દેખાયા હતા અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યમાં પણ લક્ષણો જોવા મળ્યા છે પરંતુ RT-PCR પરિણામોની રાહ જોવાઈ રહી છે. “તમામ ટીમો પૂણેની કોનરેડ હોટેલમાં રોકાઈ રહી છે જ્યાં BCCIએ એક બાયો-બબલ બનાવ્યું છે. તેઓ મુસાફરી કરવાના હતા પરંતુ હવે તેમાં વિલંબ થયો છે. દેખીતી રીતે જેમના પરિણામો નકારાત્મક હશે તેઓ આવતીકાલે આગળની મુસાફરી ચાલુ રાખશે.” જણાવ્યું હતું.
બે દિવસ ટીમ કવોરન્ટાઈન રહેશે અને ત્યારબાદ તમામ ખેલાડીઓના ટેસ્ટ થશે અને તેના પરથી ત્યારપછીનો નિર્ણય લેવામાં આવશે. દિલ્હીની ટીમે તા.20ના રોજ પંજાબ કિંગ ઈલેવન સાથે પુના માં મેચ રમવાનો છે તે સમયે જ ફીઝીયો અને એક ખેલાડીના રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.
છેલ્લે Delhi Capitals(DC) ટીમે શનિવારે મુંબઈમાં Royal Challengers Bangalore સાથે મેચ રમ્યો હતો. જેમાં RCB નો 16 રને વિજય થયો હતો. આમ IPL માં ફરી એક વખત કોરોનાની એન્ટ્રી આગળ વધતા ચિંતા વધી ગઈ છે.