PM Modi આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM Modi તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન આજે ગાંધીનગર સ્થિત Command and Control Center ની મુલાકાત લેશે. તેમની મુલાકાત પહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(Command and Control Center) નું નામ બદલવામાં આવ્યુ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલનું સેન્ટર(Command and Control Center) નું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidhya Shamiksha kendra) કરવામાં આવ્યું છે.
વર્ષ 2019 માં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ની તમામ RealTime Online Monitoring માટે Command and Control Center(CCC) નું શુભારંભ કરવામાં આવ્યું હતુ
ગાંધીનગરના Vidhya Shamiksha kendra થી અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે.
PM Modi ગાંધીનગર સ્થિત Vidhya Shamiksha kendra ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
PM Modi – Vidhya Shamiksha kendra ના ડેસ્ક બોર્ડની કામગીરી ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્ર થી રાજ્યની સ્કૂલોના શિક્ષક અને વાલી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.15 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે.
Vidhya Shamiksha kendra ના નિરીક્ષણના કારણે વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક રૂ.500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના Vidhya Shamiksha kendra થી અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે.
આ બધા શિક્ષકો ને સ્માર્ટ ફોન અને ટેબલેટ અપાયું છે. જેનાથી આખી system ઓપરેટ થાય છે. દરેક શિક્ષકના smart phone માં હાજરીની app ડાઉનલોડ કરાઈ છે. જેનાથી યોગ્ય ટાઇમે online હાજરી પુરાય છે અને તેની ચકાસણી પણ થાય છે. એટલું જ નહિં મોડી હાજરી પુરાઇ હોય કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની Command and Control Center પરથી જ ખબર પડી જાય છે.
આ અંગે શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે શિક્ષકો કાર્યરત છે. જે State Government ના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે.
આ તમામ શિક્ષકો ના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી.
વર્ષ 2019 માં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ RealTime Online Monitoring માટે Command and Control Center(CCC) નું શુભારંભ કરવામાં આવ્યું હતુ
Command and Control Center થી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે Vidhya Shamiksha kendra ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Bhagwant Mann : AAP એ પંજાબ માં દરેક ઘર ને 300 યુનિટ મફત વીજળી પાવર આપવાની જાહેરાત કરી