Sardar Vallabhbhai Patel નું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. Vallabhbhai Patel એક અજોડ પ્રતિભા હતાં.
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! Sardar Vallabhbhai પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને Sardar Vallabhbhaiનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.
તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બીરુદ આપ્યુ હતું.
1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.
કચ્છની ધરતી નો કાળો નાગ – જેશલ જાડેજો, જાણો Jesal Jadeja વિશે…..
ઈ.સ. ૧૯૫૦ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું.
તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા Sardar Vallabhbhai પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.