સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે. સરકારે પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ જો પતિ અને પત્ની બંને જ કેન્દ્રીય કર્મચારી છે અને Central Civil Services (CCS-Pension), 1972 નિયમો હેઠળ આવે છે, તો તેમના મૃત્યુ પર તેમના બાળકોને બે ફેમિલી Pension મળી શકે છે.
આ ફેમિલી પેન્શન ની મહત્તમ મર્યાદા 1.25 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક નિયમ અને શરતો પણ રાખવામાં આવી છે. ચાલો જાણી શું છે નિયમ?
કેન્દ્રીય કર્મચારીઓની Pension પર નવા નિયમ
કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ સાથે તેમના પરિવારને પણ સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. કેન્દ્રીય સિવિલ સેવાના નિયમ 54ના સબ રૂલ (11) હેઠળ, જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી છે અને આ નિયમ હેઠળ આવે છે, તો તેમના બાળકો તેમના મૃત્યુ પછી માતા-પિતાની Pensionના વારસદાર હશે.
નિયમો મુજબ સર્વિસ દરમિયાન અથવા રિટારમેન્ટ પછી જો કોઇ એક પેરેન્ટ મૃત્યુ પામે છે, તો પેન્શન જીવિત પેરેન્ટ એટલે પતિ અથવા પત્નીને મળે છે. બંનેના મૃત્યુ થવા પર તેમના બાળકોને બે ફેમિલી Pension મળશે.
PM Shram Yogi Man Dhan Pension : 2 રૂ. જમા કરાવીને મેળવો 36000 રૂ. નું પેન્સન
પહેલા આ નિયમ હતો
પહેલા જો બંને પેન્સર્સના મૃત્યુ પર રૂલ 54ના સબ રૂલ (3) મુજબ બાળકોને મળતી પેન્શનની મર્યાદા 45,000 રૂપિયા હતી, રૂલ 54ના સબ રૂલ (2) મુજબ પરિવારના બંને પેન્શન 27,000 દર મહિને લાગૂ થાય છે. 5,000 અને 27,000 રૂપિયા પેન્શનની મર્યાદા છઠ્ઠા પગાર પંચ મુજબ CCS નિયમના રૂલ 54 (11) હેઠળ મહત્તમ ચુકવણી દર મહિને 90,000 રૂપિયાના 50 ટકા અને 30 ટકાના દરે છે.
Pension પર શું છે નવા નિયમ
સાતમા પગાર પંચ પછી સરકારી નોકરીમાં ચુકવણીને રિવાઇઝ કરી 2.5 લાખ રૂપિયા માસિક કરી દેવામાં આવી છે. ત્યારબાદ બાળકોને મળતી Pensionમાં પણ ફેરફાર થયા. Department of Pension & Pensioners Welfare (DoPPW)ની નોટિફિકેશ મુજબ બે મર્યાદામાં ફેરફાર કરી તેને 1.25 લાખ રૂપિયા માસિક અને 75,000 રૂપિયા માસિક કરવામાં આવ્યી છે.