રિલાયન્સ જીયો (Reliance Jio) એ થોડા સમય પહેલા 749 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો હતો. આ ઓલ-ઇન-વન રિચાર્જ પ્લાન છે, જે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. ખાસ વાત છે કે આ રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો પ્લાન છે, જે લગભગ 1 વર્ષની વેલિડિટી આપે છે. મહત્વનું છે કે આ પહેલા કંપનીએ 39 રૂપિયા અને 69 રૂપિયાનો પ્લાન બંધ કરી 75 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો નથી.
તો આવો જાણીએ 749 રૂપિયાના પ્લાન વિશે…
749 રૂપિયાનો Jio Phone પ્લાન
રિલાયન્સ જીયોનો આ પ્લાન JioPhone યૂઝર્સને 336 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં દર 28 દિવસ માટે બે જીબી ડેટા મળે છે. આ પ્રકારે કુલ 24 જીબી ડેટા આપવામાં આવે છે. ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દર 28 દિવસ માટે 50 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય JioTV, JioCinema, JioNews, JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
માત્ર રૂ. 279માં 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા
આ પ્લાનને તમે Jio.com ના માધ્યમથી રિચાર્જ કરાવી શકો છો. આસિવાય થર્ડ પાર્ટી રિચાર્જ એપ પર પણ તે ઉપલબ્ધ છે. બાલ જીયો ફોન ગ્રાહકો માટે આ સૌથી લાંબી વેલિડિટીવાળો પ્રાન છે. જો તમે જીયોના સામાન્ય પ્રીપેડ પ્લાન યૂઝર છો તો ત્યારે તમને આવી સુવિધાવાળો પ્લાન 2121 રૂપિયામાં મળશે.
Jio નો 2121 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જીયો સ્માર્ટફોન યૂઝર્સ માટે 2121 રૂપિયાનો પ્લાન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં પણ 336 દિવસની વેલિડિટી મળે છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ રીતે કુલ ડેટા 504 GB થાય છે. તેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.