ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 32 મી મેચ આજે Rajasthan Royals અને Punjab Kings વચ્ચે દુબઇમાં રમાઇ હતી. આ મેચ Rajasthan Royals એ વિજયના શંખ ફૂંક્યા છે. Punjab Kingsને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાને Punjab Kingsને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ, કેએલ રાહુલની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 183 રન જ બનાવી શકી હતી.
Punjab Kings રાજસ્થાન વચ્ચેની મેચ નિર્ણાયક ઓવર સુધી પહોંચી હતી. છેલ્લી ઓવરમાં Punjab Kingsને જીતવા માટે 4 રનની જરૂર હતી. જોકે રાજસ્થાનના બોલર કાર્તિક ત્યાગીએ નિર્ણાયક ઓવરમાં Punjab Kingsના ધુરંધરોને જકડીને રાખ્યા અને અંતિમ ઓવરમાં 1 રન આપી 2 વિકેટ ઝડપી.
અર્ષદીપનું રહ્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન :
Rajasthan Royals એ 20 ઓવરમાં 185 રન બનાવ્યા. એક સમયે ટીમ મોટો સ્કોર બનાવવા તરફ આગળ વધી રહી હતી પરંતુ, છેલ્લી ચાર ઓવરમાં ટીમ માત્ર 21 રન જ કરી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. Punjab Kingsના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 32 રનમાં 5 વિકેટ ઝડપી લીધી હતી. Punjab Kings માટે એક મેચમાં પાંચ વિકેટ લેનાર તે ત્રીજો બોલર બન્યો.
Jaydev Unadkat માટે Team India નો ડેલો બંધ, હવે પસંદગી નહી થાય
રાજસ્થાનની આક્રમક બેટિંગ :
ટોસ હાર્યા પછી પણ Rajasthan Royals આક્રમક બેટિંગ સાથે મેદાનમાં ઉતરી હતી. ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતરેલા યશસ્વી જયસ્વાલ અને એવિન લુઈસે 54 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ સિવાય મેચની 16 મી ઓવરમાં લોરેમોરે બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી સ્કોરને વધુ મજબૂત કર્યો.
આ પહેલા આઈપીએલની આ સિઝનમાં, જ્યારે આ બંને ટીમો સામસામે આવી ત્યારે Punjab Kings એ રાજસ્થાનને ચાર રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા Punjab Kings એ 20 ઓવરમાં છ વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં Rajasthan Royalsની ટીમ સંજુ સેમસન (119 રન, 63 બોલ, 12 ચોગ્ગા, સાત છગ્ગા) ની શાનદાર સદી હોવા છતાં સાત વિકેટે 217 રન જ બનાવી શકી હતી.