જો આપ પણ Ration Card ધારક છો, તો આપના માટે સારા સમાચાર છે. આપને કેટલીય સર્વિસ કોટાવાળાની પાસે મળી જશે. તેમાં બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ માટે અરજી કરવી, ચૂંટણી પંચ સાથે જોડાયેલી સેવાઓ પણ શામેલ છે. આ ઉપરાંત જો આપના પરિવારમાં કોઈ સભ્યનું મોત થઈ જાય છે, તો આપ Ration Card થી તેમનું નામ હટાવા માગો છો, તો તેના માટે પણ ઓનલાઈન અથવા ખાદ્ય વિભાગની ઓફિસમાં જઈને કરાવી શકો છો.
ઓનલાઈન કેવી રીતે કપાવશો નામ
Ration Card ધારકના મૃત્યુ બાદ નામ હટાવા માટે થઈને રાજ્યની રાશન ડિસ્ટ્રીબ્યૂશન વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે. તેમાં આપ CSC ની મદદ લઈ શકો છો. વેબસાઈટ પર જઈને Ration Card માં ફેરફારવાળો વિકલ્પ મળશે. જ્યાં આપને મૃત્યુ બાદ નામ કપાવાનો વિકલ્પ મળશે. જે દસ્તાવેજ માગવામાં આવે, તે આપીને આપ પણ ઓનલાઈન અરજી કરી શકો છો.
Maa Vatsalya Card ને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રી એ જાણો શું કરી જાહેરાત
ઓફલાઈન નામ કેવી રીતે હટાવશો
તો વળી ઓફિસે જઈને કામ કરવા ઈચ્છો છો તો આપને ડેથ સર્ટિફિકેટની સાથે આધાર કાર્ડની કોપી આપવાની રહેશે. સાથે જ Ration Card ની ઝેરોક્ષની સાથે એક અરજી ફુડ ઈંસ્પેક્ટરને પણ આપવાની રહેશે. આ કામમાં કોટાવાલા આપની મદદ કરી શકે છે.
5 કિલો અનાજ મફતમાં
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફુડ મિનિસ્ટ્રીના રાશન દુકાનોની આવક વધારવા માટે સીએસસી ઈ ગવર્નેંન્સ સર્વિસ ઈંડિયા લી.ની સાથે એક કરાર પર હસ્તાક્ષ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકો સાથે જોડાયેલી વધારીની સુવિધા મતલબ કે વિજળી, પાણી સહિત અન્ય યુટિલિટ બિલોની ચુકવણી કરાવવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અનુસાર કેન્દ્ર, રાશનની દુકાનો દ્વારા એકથી 3 રૂપિયાના પ્રતિ કિલોગ્રામની વ્યાજબી ભાવે દરેક વ્યક્તિના પરિવારને 5 રૂપિયે કિલો અનાજ આપે છે. આ કાયદા અંતર્ગત 80 કરોડથી વધારે લોકો આવે છે.