કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે કોરોનાની બીજી લહેરામાં રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસ પર નિયંત્રણ મેળવવા માટે 8 મેના રોજ સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લગાવામાં આવશે.
Lockdown to be imposed in the state from 6 am on May 8 to May 16, in wake of the surge in COVID-19 cases in the second wave: Kerala CM Pinarayi Vijayan
(file photo) pic.twitter.com/16N1wY47It
— ANI (@ANI) May 6, 2021
કેરળમાં કોરોના ની સંખ્યા આ મુજબ છે.
3,76,004 એક્ટિવ કેસ છે.
13,62,363 લોકો કોરોનાને અત્યાર સુધી માં હરાવી ચુક્યા છે.
5565 લોકોના અત્યાર સુધી માં મોત થયા છે.
અત્યાર સુધીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ લોકડાઉન લગાવી ચુક્યા છે. જેમાં હવે વધુ એક રાજ્યનો ઉમેરો થઈ રહ્યો છે. કેરળમાં પણ હવે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવશે.
દેશમાં કોરોના(Coronavirus) એ તાંડવ મચાવ્યું છે. દેશમાં ટોટલ એક્ટિવ કેસનો આંકડો 35 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં અત્યાર ની પરિસ્થિતિ નીચે મુજબ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જયારે સજા થયેલા ની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 3,29,113 છે.
કુલ 16 કરોડ થી વધારે લોકો ને રસી અપાઈ
કુલ એક્ટિવ કેસ – 35 લાખ 66 હજાર 398
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844
કુલ કેસ – બે કરોડ 10 લાખ 77 હજાર 410
કુલ મોત – 2 લાખ 23 હજાર 168
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 રસી ના ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.