કેન્દ્ર સરકારના જાણીતા એવા સલાહકાર વૈજ્ઞાનિક વિજય રાઘવન ની ભવિષ્યવાણી, ભારતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર આપણે તૈયાર રહેવું જરુરી છે.
વિજય રાઘવને અહેવાલ મુજબ હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે કોરોનાની ત્રીજી લહેર ની અસર કેવી રહેશે પરંતુ આપણે તેને માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે દેશમાં જે ગતિએ કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે તે જોતા કોરોનાની ત્રીજી લહેર અનિવાર્ય છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા વિજય રાઘવને જણાવ્યું કે દેશમાં હાલમાં લોકોને જે રસી અપાઈ રહી છે તે કોરોનાના બધા સ્વરુપોમાં કામ આપી શકે છે.
રાઘવને વધુમાં ઉમેર્યું કે દેશ અને દુનિયામાં કોરોનાનું નવું વેરિયન્ટ ઉદય પામશે. ભારત અને દુનિયાના દેશો સાથે મળીને કામ કરી રહ્યાં છે.
A phase three is inevitable, given the higher levels of circulating virus but it is not clear on what time scale this phase three will occur. We should prepare for new waves: K VijayRaghavan, Principal Scientific Advisor to Centre pic.twitter.com/c6lRzYaV2q
— ANI (@ANI) May 5, 2021
ચારથી છ અઠવાડિયા ભારત માટે ઘણા કપરા
વોશિંગ્ટન યુનિવર્સિટીના હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન ઈન્સ્ટીટ્યુટે પણ જણાવ્યું છે કે જુલાઈના અંત સુધીમાં ભારતમાં કોવિડથી 10 લાખ લોકોના મોત થશે.તો બીજી તરફ બાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝાએ જણાવ્યું કે આગામી ચારથી છ અઠવાડિયા ભારત માટે ઘણા મુશ્કેલ છે. પડકારો ઘણો મોટો છે અને જે ખરાબ સમય ચાલી રહ્યો છે તે આગળ વધે નહીં તેનો આપણે પ્રયાસ કરવો જોઈએ.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં કોરોના સંક્રમણ કેસો અંગે કોઈ પણ જાતની ભવિષ્યવાણી કરવી સરળ નથી. પરંતુ મોટાભાગની સંસ્થાઓએ તેમના સ્ટડીમાં દાવો કર્યો છે કે ભારતમાં ટેસ્ટિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ વધારવાની જરુર છે. આગામી થોડા સમયમાં ભારત કોરોનાથી મરનાર લોકોની સંખ્યાના મામલે વિશ્વનો નંબર વન દેશ બની જશે.
Scientists of India & all over world are working to anticipate these kinds of variants & act against them rapidly by early warning & developing modified tools. It's an intense research program, happening in India & abroad: K VijayRaghavan, Principal Scientific Advisor to Centre
— ANI (@ANI) May 5, 2021