કોરોનામાં સમરસની ઉત્તમ સારવારથી પ્રભાવિત થઈ મારવાડી પરિવાર કહે છે…..
પવનભાઈ બિયાની (દર્દી) : ઇસસે બહેતર સારવાર મૈને ૭૮ સાલમેં કિસી ભી અસ્પતાલમેં નહીં દેખી હૈ…
સમરસ કોવીડમાંથી સારવાર બાદ બિયાની દંપતીએ ભાવુક બની સિવિલમાં જ કોરોનાની સારવાર કરાવવા કર્યો અનુરોધ
પુત્રવધુ સ્વાતિબેન બિયાની : ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન માટે દર્દીના પરિવારે મહેનત કરવી પડે છે…
હમારે દિમાગમે સિવિલ કે બારેમે ઐસી ઇમેજ હૈ કી વહાં જરૂરિયાતમંદ લોગ હી સારવાર લેતે હૈ, ઔર સિવિલ હંમેશા લાસ્ટ ઓપશન રહેતા હૈ… આ ઇમેજ સાથે મૂળ સિરસાના (રાજસ્થાન) અને રાજકોટને છેલ્લા ૨૨ વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા બિયાની દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપશન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે ૧૪ દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલ છેલ્લો નહીં પરંતી પહેલો ઓપશન હોવો જોઈએ તેવી સિવિલની છાપ સાથે સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગી દવાખાનામાં સારવારના બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ તેવો મારવાડી પરિવારે અનુરોધ કર્યો હતો.
૭૮ વર્ષીય પવનભાઈ બિયાની આજી વસાહતમાં મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગત તા. ૧૫ ના તેઓ કોરોના પોઝિટિવ આવ્યા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનને પણ કોરોના થયો. ઓક્સીઝ્ન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હોવાનું માલુમ પડતા મને-કમને સિવિલમાં દાખલ થયા. અહીથી તેમને સારવાર્થે સમરસ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવતી. સારવારથી સંતુષ્ઠ પવનભાઈ જણાવે છે કે, મેં મારી ઝીંદગીમાં આટલી સારી સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફ અમારો ખુબ ખ્યાલ રાખતો. સરકારી તંત્ર દ્વારા સિસ્ટમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ.
તેમના પત્ની અંજનાબેન રજા લેતી વેળાએ ખુબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવે છે કે, “મેરે પાસ શબ્દ નહિ હે, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવ સે સારવાર કી હૈ, ધન્યવાદ શબ છોટા હે ઈન લોકો કે લિયે…”. હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. અહીં સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફીઝયોથેરાપીસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની વિભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે.
“હમારી ગવર્મેન્ટ અચ્છા કામ કર રહી હૈ, ઉનકો દોષ મત દો, હમે અપને આપકો બદલનેકી જરૂરત હૈ” આવા સમયે કોઈને દોષ દેવાનું નહિ પરંતુ સરકાર જે કરી રહી છે તેની દિલથી સરાહના કરવી જોઈએ તેમ અંજનાબેન કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા વિનંતી કરે છે..
પવનભાઈ બિયાનીના પુત્રવધુ સ્વાતિબેન બિયાની હિન્દી તેમજ ઈંગ્લીશમાં તેમના પરિવારને મળેલ સારવાર સુવિધાનો અનુભવ જણાવતા કહે છે કે, અહીં જે સારવાર અને ક્મયુનિકેશન રિસ્પોન્સ અમને મળ્યો છે તે અમે કલ્પનામાં પણ વિચાર્યો ના હોય તેવો હતો.
અહીં દર્દીને એકપણ મિનિટ માટે ઓક્સિજન કે ઇન્જેક્શનની કમી પાડવા દીધી નથી. સ્વાતિબેન વધુમાં જણાવે છે કે, અમે રાત્રે ૧૧ વાગ્યે દર્દીની તબિયત અંગે ડોક્ટરને પર્સનલી ફોન કરી પૂછયે તો પણ યોગ્ય જવાબ અમને મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન માટે દર્દીના પરિવારે મહેનત કરવી પડે છે, જયારે અમને અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવા માટે જણાવાયું નથી. અને તે પણ એકપણ રૂપિયો લીધા વગર…
રાજ્યના મુખ્યમંત્રી અને સૌ અધિકારીઓ અને ડોક્ટર્સનો આભાર માની રાજસ્થાની પરિવાર ગુજરાતમાં મળેલી ઉત્તમ સારવારથી ધન્યતાની લાગણી અનુભવતા ઉમેરે છે કે સિવિલ એ છેલ્લો નહિ પરંતુ પહેલો ઓપ્સન હોવો જોઈએ..