ટાટા મોટર્સ સોશિયલ મીડિયા પર હરીફ કંપની મારૂતીને ટ્રોલ કરવાનો એક પણ ચાન્સ મિસ નથી કરતી. તાજેતરમાં ટાટા મોટર્સની મજાક કરતી એક પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ વખતે ટાટા મોટર્સે Maruti Swiftને લેટિન એનકૈપ ક્રેશ ટેસ્ટમાં ઝીરો રેટિંગ મળવા પર ટ્રોલ કરી છે. કંપનીના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી.
જેમાં એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ સાથે એવું પણ લખ્યું છે કે, Don’t gamble with safety. જેનો અર્થ એવો થાય છે કે, સુરક્ષા સાથે કોઈ જુગાર ન રમવો જોઈએ. આ દરમિયાન કંપનીએ Maruti Swiftના નામના અંગ્રેજીના અક્ષર સાથે મજાક કરી હતી. SIWTF શબ્દ લખીને પોસ્ટ કર્યો હતો. અક્ષરને સ્વેપ કરીને પોસ્ટ કર્યો હતો. પછી થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી. પણ થોડા સમયમાં જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી.
આના ઉપર યુઝર્સે ખૂબ મજા માણી હતી. તાજેતરમાં Maruti Swiftને લેટિન NCAP ક્રેશ ટેસ્ટમાં રેટિંગ ઝીરો મળ્યું હતું. ક્રેશ ટેસ્ટમાં Maruti Swiftના જે વેરિયંટને સામિલ કર્યું છે. એમાં એરબેગ આપવામાં આવી હતી. લૈટિન એનકૈપ ટેસ્ટમાં ડીઝાયરને પણ ઝીરો રેટિંગ મળ્યું છે. આ ક્રેશ ટેસ્ટ દરમિયાન Maruti Swift સુરક્ષા માટે 15.53 ટકા, ચાઈલ્ડ સેફ્ટી 0 પેડેસ્ટ્રીયન રોડ પર ચાલનારા પદયાત્રીની સુરક્ષાના દ્રષ્ટિકોણથી 6.98 ટકાના પોઈન્ટ મળ્યા છે.
Baba Ramdev એ કહ્યુ : ‘કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે’
લૈટિન એનસીપીનું એવું કહેવું છે કે, ખરાબ સાઈડ ઈફેક્ટ પ્રોટેક્શન, ઓછું વ્હીપલૈશ સ્કોર, સ્ટાન્ડર્ડ સાઈડ પ્રોટેક્શન એરબેગની અછત, ઈએસસી ન હોવું, રેર સેન્ટર સીટમાં ત્રણ પોઈન્ટ યુનિટના બદલે લૈપ બેલ્ટનો ઉપયોગ કરવા અતંર્ગત કારને ઝીરો રેટ અપાયો છે. એટલું જ નહીં સુઝુકીની પોતાની કારમાં પણ ચાઈલ્ડ રેસ્ટ્રેંટ સિસ્ટમ રેક્મેંડ નથી કરાયું. ટાટાએ આ ટ્વીટમાં પોતાની હેચબેક કાર Tiagoનું પ્રમોશન કર્યું છે. જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળ્યા છે.
માર્કેટમાં Maruti Swift પોતાના સેગમેન્ટની બેસ્ટ સેલિંગ કાર છે. આ વર્ષે કંપનીએ ફેસલિફ્ટ મોડલ લૉન્ચ કર્યું છે. બંને કાર વચ્ચે માર્કેટમાં સ્પર્ધા જોવા મળી રહી છે. જ્યાં સુધી બંને કારની કિંમતની વાત છે ત્યાં Maruti Swiftની કિંમત 5.81 લાખ રૂપિયા છે. જે 8.56 લાખ સુધી જાય છે. જ્યારે ટાટાની કાર 4.99 લાખ રૂપિયાથી લઈને રૂ.7.04 લાખ સુધી જાય છે. આ બંને કિંમત રાજધાની દિલ્હીના શૉરૂમની છે.