દેશમાં કોરોના નામની મહામારીને નાથવા માટે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે. જેમાં ઓક્સિજન, મેડીકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. આમ રાજકોટમાં ABVP ના આગેવાનો દ્વારા ઘણી સેવાઓ શરુ કરવામાં આવી છે.
રાજકોટમાં ABVP ની સેવા સતત ચાલુ જ છે. થોડા સમય પહેલા ABVPએ ફ્રિ હોમ સેનેટાઈઝ સેવા ચાલુ કરી હતી જેનો જબરો પ્રતિસાદ મળ્યો હતો.
ત્યારે આજ રોજ ABVP રાજકોટ મહાનગર દ્વારા મેડિકલ સેવા કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું જેમાં BP, ઓક્સિજન , ટેમ્પરેચર અને જનરલ તપાસ કરી ત્યાંજ દવા આપવામાં આવી. જેમાં 47 લોકોએ ચેકઅપ કરાવ્યું.લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.
જેનું આયોજન સુર્યમુખી હનુમાનદાદા મંદિર, દ્વારકાધીસ સોસાયટી, શેરી ન. ૨, અક્ષર મેડીકલ વાળી શેરી, રાજકોટ ગોકુલધામ મેઈન રોડ પર કર્યું હતું. ABVP ના આવા સેવાકીય કાર્યો માટે આપણે ABVP ના વખાણ કરી એટલા ઓછા છે !!
વધુ માહિતી માટે મો. નંબર 7383231146 ઉપર સંપર્ક કરવો.
ABVP દ્વારા ફ્રિ હોમ સેનેટાઈઝ માટે 9016991495 , 8734011250 પર સંપર્ક કરી શકો છો.