હાલ ભારત માં જે Corona vaccine દેવાઈ રહી છે તેમાં vaccine ના બે ડોસે લેવા જરૂરી છે. પરંતુ હવે થી ટૂંક સમય માં ભારત માં આવી રહી છે માત્ર એક ડોઝ વાળી સ્પુતનિક વેક્સીન(Sputnik vaccine), જે ભારત માં ટૂંક સમય માં મળતી થઈ જશે.આજે Russian Vaccine (રશિયન વેક્સીન) સ્પુતનિક વીની બીજી શિપમેન્ટ ભારત આવી પહોંચી હતી.આ પહેલા પ્રથમ શિપમેન્ટ 1-May ના રોજ ભારતમાં આવી હતી. આ vaccine ના ઉપયોગ માટે ભારત સરકારે મંજુરી આપી ચુકી છે.
દેશમાં આવનારા સપ્તાહો થી આ vaccine લોકોને આપવાની શરુ થઈ જશે. જુલાઈ થી તેનુ ભારતમાં જ ઉત્પાદન થવા માંડશે. હાલમાં દેશમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટની વેક્સીન લોકોને આપવામાં આવી રહી છે.એ પછી હવે લોકોને ત્રીજો વિકલ્પ મળશે.આજે હૈદ્રાબાદ ખાતે તેનો બીજો જથ્થો આવી પહોંચ્યો હતો.
ભારતના રશિયન રાજદૂત નિકોલે કુદાશેવે કહ્યુ હતુ કે, રશિયાની આ વેક્સીન કોરોનાના નવા સ્ટ્રેન પર પણ અસરકારક છે તેવુ રશિયન વૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે.જીએસટી સાથે આ રસી લોકોને લગભગ 1000 રુપિયામાં પડશે.દરમિયાન રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ્લ દમિત્રિએવે કહ્યુ છે કે, સ્પુતનિક વીના મોટા હિસ્સાનુ ભારતમાં ઉત્પાદન થવાનુ છે અને અમને આશા છે કે, આ વર્ષે આ રસીના ભારતમાં 85 કરોડ ડોઝ બનશે.અમે બહુ જલ્દી ભારતમાં સ્પુતનિક વી લાઈટ વેક્સીન પણ લોન્ચ કરવાના છે.
સામાન્ય રીતે કોરોના વેક્સીનના હાલમાં બે ડોઝ લેવા પડે છે પણ આ રસી લોન્ચ થયા બાદ તેનો એક જ ડોઝ લોકોએ લેવાનો રહેશે. Sputnik vaccine નો પહેલો ડોઝ ફાર્મા કંપનીના અધિકારીને તાજેતરમાં આપવામાં આવ્યો હતો.