Modi@20: રૂપા પબ્લિકેશન્સ દ્વારા મોદીના જીવન પર લખાયેલ પુસ્તક “modi@20 dreams meet delivery” બુધવારે લોન્ચ કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રખ્યાત બૌદ્ધિકો અને નિષ્ણાતો દ્વારા લખાયેલા પ્રકરણોનું સંકલન છે.
આ પુસ્તક(Modi@20) માં પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રાધાન સુધીના 20 વર્ષના સફળ સાશન અંગે નો સફર છે. આ પુસ્તકના લોકાર્પણ માં ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીએ લાગું કરેલી ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને (Primary Education Model of Gujarat) દેશ માટે રોલ મોડલ ગણાવી.
પુસ્તક વિશે ટ્વિટ કરીને, પબ્લિકેશ ને તેને “આ વર્ષનું સૌથી મહત્વપૂર્ણ પુસ્તક” તરીકે ઓળખાવ્યું છે જે “ગુજરાતમાં મોદીની અનુકરણીય સફળતા” આવરી લે છે જેણે દેશના વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો કર્યો છે. “પ્રખ્યાત બૌદ્ધિકો અને નિષ્ણાતો દ્વારા લખાયેલા પ્રકરણોનું સંકલન આ પુસ્તક, મોદીના શાસનના અનોખા મોડેલને કારણે છેલ્લા 20 વર્ષોમાં ગુજરાત અને ભારતના મૂળભૂત પરિવર્તનની ચોક્કસ અને વિસ્તૃત શોધનો પ્રયાસ કરે છે,” રૂપા પબ્લિકેશનની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
અમિત શાહે આગળ જણાવ્યું કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો 42 ટકા હતો જે રેશિયો ઘટાડીને 1 ટકાથી ઓછો કર્યો અને દાખલા લેવાનો દર 68 ટકા હતો. મોદીજીએ બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓ બનાવી.
અમિત શાહે જણાવ્યું, હું 40 વર્ષથી રાજકારણમાં છું. પણ મેં નરેન્દ્ર મોદી કરતા મહાન નેતા મેં ક્યારેય જોયો નથી. તેઓ એકાગ્રતાથી સાંભળે છે. આ તેની સૌથી મોટી ગુણવત્તા છે.
અમિત શાહ એ PM Modi ની યોજનાઓ, સાશન, પ્રસાશન અને તેમના અનુભવો અંગે વિગતવારો ચર્ચા કરી હતી. અમિત શાહે જણાવ્યું કે પીએમ મોદીએ સર્વે સ્પર્શી અને સર્વગ્રાહી યોજનાઓ બનાવી. Modi@20 પુસ્તકના લોકાર્પણ અંગે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે અમિત શાહે ખાસ છણાવટી કરી હતી. અમિત શાહે ટાંક્યું કે મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારે પંચાયતની ચૂંટણી પણ નહોતા લડ્યા અને ભૂકંપ પીડિત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને વારંવાર ચૂંટાઈ આવવું એ મોટી ઉપલબ્ધી છે. આજે કોઈ ભલે ગમે તે કહે પરંતુ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલ મોડલ છે.
આ પણ વાંચો : હવે WhatsApp group માં 512 લોકો જોઈન થઈ શકશે અને 2GB સુધી ની ફાઈલ શેર કરી શકાશે.