WhatsApp પ્લેટફોર્મનો ઉપયોગ કરતી મોટી સંસ્થાઓ માટે જીવન સરળ બનાવી રહ્યું છે. જે ફીચર્સનો એક્સપીરિયન્સ સારો નથી હોતો તે ફીચર્સને હટાવી દેવામાં આવે છે. અને ઘણી વખત નવી technology ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપમાં નવા ફીચર્સમાં વધારો થતો રહે છે.
- WhatsApp group માં 512 લોકો જોઈન થઈ શકશે જે અગાઉ 256 ની મર્યાદા હતી.
- WhatsApp પર 2 GB સુધીની ફાઈલ્સને શેર કરી શકાશે જે અગાઉ 100MB ની મર્યાદા હતી.
- WhatsApp કોલિંગની સંખ્યા વધારીને હવે 8 કરી છે
WhatsApp પ્લેટફોર્મનો ઉપયોગ કરતી મોટી સંસ્થાઓ માટે જીવન સરળ બનાવી રહ્યું છે. જે ફીચર્સનો એક્સપીરિયન્સ સારો નથી હોતો તે ફીચર્સને હટાવી દેવામાં આવે છે. અને ઘણી વખત નવી technology ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપમાં નવા ફીચર્સમાં વધારો થતો રહે છે.
WhatsApp એ જાહેરાત કરી કે, WhatsApp group માં પહેલા કરતા બમણી સંખ્યા માં મેમ્બર્સ જોઈન થઈ શકશે, WhatsApp group માં 512 લોકો જોઈન થઈ શકશે જે અગાઉ 256 ની મર્યાદા હતી. આ પગલા સાથે, વોટ્સએપ થોડું વધુ ટેલિગ્રામ જેવું બની રહ્યું છે, જે હજુ પણ 100,000 લોકોને “સુપરગ્રુપ” માં ઉમેરવાની ક્ષમતા સાથે આગળ છે.
વોટ્સએપ કહે છે કે આ ફીચર ધીમે ધીમે બહાર પાડવામાં આવી રહ્યું છે, તેથી જો તમારી પાસે હજી સુધી તે ન હોય તો ચિંતા કરશો નહીં થોડા સમય માં આવી જશે.
અન્ય એક નવી સુવિધામાં 2GB સુધીની ફાઈલ સાઈઝ ને શેર કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જે અગાઉ 100MB ની મર્યાદા હતી. વોટ્સએપ કહે છે કે ફાઇલો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે, અને સૂચવે છે કે તમે ખાસ કરીને મોટી ફાઇલોને શેર કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરો, જોકે આવી ફાઇલોના અપલોડ અને ડાઉનલોડ્સ એક કાઉન્ટર બતાવશે જે તમને જણાવશે કે તમારે અપલોડ અને ડાઉનલોડ્સ કરવા કેટલો સમય પસાર કરવો પડશે.
થોડા સમય પહેલા જ વોટ્સએપ એ ઈમોજી રીએક્શન પણ બહાર પાડ્યું છે. આ ફીચર ને વોટ્સએપ એ માર્ચ મહિનામાં જાહેર કર્યું હતું. આ ફીચર થી યુઝર્સ મેસેજ પર તરત જ ઈમોજી થી રીએક્ટ કરી શકશે. આ ફીચર Instagram જેવુ જ છે. શક્યતા છે કે કેટલાક લોકોને આ ફીચર મળી ગયું હશે. જો કોઈને નથી મળ્યુ તો થોડી રાહ જુઓ.
WhatsApp કહે છે કે તે ભવિષ્યમાં પ્રતિક્રિયાઓની વ્યાપક શ્રેણી ઉમેરીને આ સુવિધામાં સુધારો કરવાનું ચાલુ રાખશે.