આરોપીઓની રાષ્ટ્રીય રાજધાની Delhi ના આનંદ વિહાર વિસ્તારમાંથી કારતુસની 2 થેલી ઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
- રાષ્ટ્રીય રાજધાની Delhi ના આનંદ વિહાર વિસ્તારમાંથી 2 બેગ કારતુસ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- 2,251 જીવતા કારતુસ મળી આવ્યા હતા
- 15મી ઓગસ્ટે દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલા દારૂગોળાની દાણચોરીમાં કથિત સંડોવણી બદલ 6 લોકોની ધરપકડ કરી છે, અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
તેમના કબજામાંથી કુલ 2,251 જીવતા કારતુસ મળી આવ્યા હતા, એમ તેઓએ ઉમેર્યું હતું.
આરોપીઓની રાષ્ટ્રીય રાજધાનીના આનંદ વિહાર વિસ્તારમાંથી 2 બેગ કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ઈસ્ટર્ન રેન્જના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિક્રમજીત સિંહે જણાવ્યું હતું કે આ કન્સાઈનમેન્ટ ઉત્તર પ્રદેશના લખનૌમાં સપ્લાય કરવાનો હતો. તેમણે ઉમેર્યું હતું કે પોલીસે હજુ સુધી આ કેસમાં આતંકવાદી એંગલને નકારી કાઢ્યું નથી.
વિક્રમજીત સિંહે આગળ જણાવ્યું કે “અત્યાર સુધી ધરપકડ કરાયેલા છ લોકોમાંથી એક દહેરાદૂનનો છે. તે ગન હાઉસનો માલિક છે. પ્રાથમિક દ્રષ્ટિએ, તે ગુનાહિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. જો કે, પોલીસ આતંકના એંગલને નકારી રહી નથી,”
ભારત 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું હોવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
15મી ઓગસ્ટે Delhi સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા
Delhi પોલીસ 15મી ઓગસ્ટે હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમ્યાન 15 ઓગસ્ટ પહેલા જ 2 હજાર જીવતા કારતૂસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પણ સઘન બનાવ્યું છે.
મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને બજારો સહિત દિલ્હીમાં તમામ સંવેદનશીલ સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે હોટેલ્સ, પાર્કિંગ લોટ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી રહી છે અને ભાડૂતો અને નોકરોની ચકાસણી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.
“સ્વતંત્રતા દિવસના અવસર પર, 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને સમગ્ર લાલ કિલ્લા અને સ્થળ તરફ જતા માર્ગો પર વિવિધ ભૂમિકાઓમાં તૈનાત કરવામાં આવશે. અમે દિવસ માટે દોષરહિત અને ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરી છે.”
આ પણ વાંચો : Arvind Kejriwal : છેલ્લા 75 વર્ષોમાં ક્યારેય પણ સરકારે મૂળભૂત ખોરાક અને અનાજ પર ટેક્સ લગાવ્યો નથી