અમેરિકાની Data Intelligence Firm Morning Consult Survey ના સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી પ્રખ્યાત નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અપ્રુવલ રેટિંગની દ્રષ્ટિએ વૈશ્વિક 13 નેતાઓની યાદીમાં પીએમ મોદી પ્રથમ સ્થાને છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ (President of the United States) જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, પીએમ મોદીની અપ્રુવલનું રેટિંગ 70 ટકા છે અને આ રેટિંગ વિશ્વના ટોચના 13 નેતાઓમાં સૌથી વધુ છે.
PM મોદી સિવાય માત્ર બે નેતાઓને 60 થી વધુનું રેટિંગ
Morning Consult ના એક સર્વે અનુસાર, પીએમ મોદી અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં વધુ સારું કામ કરી રહ્યા છે. PM મોદી સિવાય માત્ર બે વિશ્વ નેતાઓને 60 થી વધુનું રેટિંગ મળ્યું છે. આ યાદીમાં પીએ મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ (President) એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબરાડોર છે. જેમનું અપ્રુવલ રેટિંગ 64 છે, જ્યારે ત્રીજા ક્રમે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી છે જેમનું રેટિંગ 63 છે.
જુઓ અપ્રુવલ રેટિંગ
Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxodoxB
Modi: 70%
López Obrador: 64%
Draghi: 63%
Merkel: 52%
Biden: 48%
Morrison: 48%
Trudeau: 45%
Johnson: 41%
Bolsonaro: 39%
Moon: 38%
Sánchez: 35%
Macron: 34%
Suga: 25%*Updated 9/2/21 pic.twitter.com/rgtPpdpFZP
— Morning Consult (@MorningConsult) September 5, 2021
ઉપરાંત આ રેટિંગમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ 52 ના રેટિંગ સાથે ચોથા નંબરે છે, જ્યારે યુએસ પ્રમુખ જો બાઈડન આ યાદીમાં પાંચમા સ્થાને છે. આ રેટિંગ અનુસાર જો બાઈડનનું અપ્રુવલ રેટિંગ 50 થી ઓછું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મે 2020 માં જાહેર કરવામાં આવેલા અપ્રુવલ રેટિંગ(Approval rating) અનુસાર વડા પ્રધાન મોદીનું 84 ટકા રેટિંગ હતુ.
વિશ્વનો સૌથી શક્તિશાળી Passport કયો ? ભારતનો Passport ક્યા સ્થાન પર છે આજે જ જાણો…
વૈશ્વિક સ્તરે લેવાયેલા નિર્ણયોના આધાર પર અપ્રુવલ રેટિંગ જાહેર કરવામાં આવે છે
તમને જણાવી દઈએ કે અમેરિકાની Data Intelligence Firm Morning Consult કંપની એક પોલિટિક્સ ઈન્ટેલિજન્સ કંપની છે. હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં (United States) સરકારી નેતાઓનાં કામ અને તેના વૈશ્વિક સ્તરે લેવાયેલા નિર્ણયોના આધાર પર અપ્રુવલ રેટિંગ જાહેર કરે છે.