સવાર સવારમાં આપ જ્યારે ઘરેથી ઓફિસે જઈ રહ્યા હોય ત્યારે રસ્તા પર વાહનોના Hornથી પરેશાન થઈ જતાં હશો. રસ્તા પર આગળ ગાડીઓની લાઈનો અને પાછથી આવતા વાહનોનો પી-પી, પોં-પોં, ચોં-ચોં સાંભળીને મગજ ગાંડુ થઈ જતું હોય છે. વાહનોના Horn નો અવાજ એટલો ઈરિટેટ હોય છે કે કેટલીય વાર તો ટ્રાફિક સિગ્નલ પર તેના કારણે ડખા થઈ જતાં હોય છે.
મોટા ભાગના વાહન ચાલકો નિયમોનું ધ્યાન રાખતા નહીં અને પ્રતિબંધિત વિસ્તારમાં Horn મારતા હોય છે. આવા કરવાથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે. કાનમાં પણ Hornનો અવાજ આવતા ખૂબ ખૂંચે છે. આપણે વિચારીએ છીએ કે, આનો ઈલાજ શું છે. સરકાર કેમ કઈ કરતી નથી.
જો તમે પણ રસ્તાઓ પર વાહનોના Hornથી પરેશાન છો, તો તમારા માટે એક આશાસ્પદ સમાચાર છે. સમાચાર એવા છે કે કેન્દ્ર સરકાર વાહનોના Hornના અવાજને લઈને નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, જેઓ તેમના કામ માટે અવારનવાર સમાચારોમાં રહે છે, તેઓ Hornના અવાજથી કંટાળેલા લોકોને સુખદ અનુભવ બનાવવા માટે નવા નિયમો પર કામ કરી રહ્યા છે.
મંત્રાલયની તૈયારી શું છે?
નીતિન ગડકરીએ ખુદ નવા નિયમો અંગે મંત્રાલયની તૈયારી વિશે માહિતી શેર કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં તમે વાહનોના Hornના કર્કશ અવાજથી છુટકારો મેળવશો. વાહનોના Hornના દુખદાયક અવાજ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે તેમના મંત્રાલયના અધિકારીઓ કારના Hornનો અવાજ બદલવા પર કામ કરી રહ્યા છે
Hornનો અવાજ બદલવામાં આવશે!
જો કોઈ તમારી પાછળથી Horn વગાડે અને તમે વાંસળી અથવા વાયોલિનની ધૂન સાંભળો તો તે કેટલું સુખદ હશે? સરકારની કેટલીક આવી જ તૈયારી છે. કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં વાહનોના હોર્નના ઘોંઘાટિયા અવાજથી મુક્તિ મળશે. હોર્નના બળતરાના અવાજને બદલે, ભારતીય સંગીતનાં સાધનોનો મધુર અવાજ સંભળાશે.
કેન્દ્રીય મંત્રીએ પોતાનો અનુભવ વર્ણવ્યો
નીતિન ગડકરીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેઓ નાગપુરમાં 11 મા માળે રહે છે. દરરોજ સવારે 1 કલાક પ્રાણાયામ કરે છે અને આ દરમિયાન રસ્તા પર વગાડવામાં આવતા વાહનોના હોર્ન સવારના મૌનને ખલેલ પહોંચાડે છે. આ સમસ્યાનો સામનો કરતા તેના મનમાં વિચાર આવ્યો કે વાહનોના હોર્ન યોગ્ય રીતે હોવા જોઈએ. તેમણે કહ્યું કે, અમે વિચારવાનું શરૂ કર્યું છે કે કારના હોર્નનો અવાજ ભારતીય સાધનોના હોવો જોઈએ અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
Hum Hindustani એન્થમ થયું રીલીઝ, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન થી લઈને સોનાક્ષી સિંહા જેવા દિગ્ગજો શામિલ
Hornને બદલે, તમે વાંસળી, વાયોલિનની ધૂન સાંભળશો
એક અહેવાલ અનુસાર, સરકાર આદેશ આપી શકે છે કે વાહનોના હોર્ન ભારતીય સંગીતનાં સાધનોમાંથી આવતા સૂર પ્રમાણે વાગે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે Hornથી તબલા, તાલ, વાયોલિન, બ્યુગલ, વાંસળી જેવા વાજિંત્રોનો અવાજ હોર્નથી સાંભળવો જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે Horn સંબંધિત કેટલાક નવા નિયમો માત્ર વાહન ઉત્પાદકોને જ લાગુ પડશે. આ એટલા માટે છે કે જ્યારે વાહનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમની પાસે યોગ્ય પ્રકારના Horn હશે. નવા નિયમોના અમલ બાદ વાહનોના હોર્નને બદલે તબલા, તાલ, વાયોલિન, બ્યુગલ, વાંસળી વગેરેની ધૂન સાંભળી શકાશે.