Ramdas Athawale ના નિવેદન પર DyCM નું નિવેદન
કેન્દ્ર સરકારે OBC અનામતનો નિર્ણય રાજ્યો પર છોડ્યો છે : DyCM નીતિન પટેલ
ગુજરાત સરકારે બહારના નેતાની વાત માનવાની જરૂર નથી : DyCM
અનામતના મુદ્દા પર છેલ્લા 5 વર્ષથી વિવિધ મોરચે આંદોલનો થયા છે.
તો ક્યાંક સરકારે પણ નમતુ જોખીને અનામતની જોગવાઈમાં ફેરફારો કરી દીધા છે. એવામાં કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી Ramdas Athawale એ કહ્યુ કે ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના જાટને અલગ ક્વોટા બનાવીને અનામત આપવી જોઈએ. પાટીદારો અને મરાઠાઓનો OBC માં સમાવેશ ના થઈ શકે. અઠાવલેના આ નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ પણ ખુલાસો કર્યો કે કોઈ બહારના મંત્રી આવીને નિવેદન કરે તો તે ગુજરાત સરકારે માનવાની જરૂર નથી. અનામત મુદ્દે રાજ્ય સરકાર પાસે અધિકાર છે. ત્યારે સવાલ એ છે કે અનામત પર સ્પષ્ટ નીતિ શું છે? પાટીદારો સહિત વિવિધ જ્ઞાતિ માટે અનામતની જોગવાઈ કેવી રીતે થઈ શકે છે? કેન્દ્રીય મંત્રીનું અનામત મુદ્દેનું નિવેદન શું સૂચવે છે? શું અલગ અનામતની જરૂર છે? આ મુદ્દાઑ હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઇ રહ્યા છે.
Amit Shah નો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલ ને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક ચાલી
પાટીદાર અનામત પર નીતિન પટેલનો અઠાવલેને જવાબ
પાટીદાર અનામત પર નિવેદન આપતા કેન્દ્રિય મંત્રી Ramdas Athawale એ કહ્યું હતું કે ટીદારો અને મરાઠાઓનો OBCમાં સમાવેશ ના થઈ શકે ત્યારે ગુજરાત સરકાર તરફથી નીતિન પટેલે મોરચો સભાળતા અઠાવલેના આ નિવેદનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દિલ્લીના નેતા ગુજરાતની જાતિ વિશે ટિપ્પણી કરે એ યોગ્ય નથી, ગુજરાત સરકારે બહારના નેતાની વાત માનવાની જરૂર નથી. આ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે જેનો ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. નિયમો નક્કી થાય તે અંતગર્ત સર્વે કરાશે આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ કે મંજૂરી, માંગણી, સર્વે વ્યવસ્થા માટે નિયમો નક્કી કરાશે. જે તે જ્ઞાતિ-જાતિએ માંગણી કરવાની રહેશે માગણી બાદ રાજ્ય સરકાર નિયમો પ્રમાણે નિર્ણય લેશે આથી હવે કેંદ્રીય નેતા આ મુદ્દે ટિપ્પણી કરે એ યોગ્ય ન હોવાની વાત સાથે આઠવલેએ કરેલા નિવેદનનો વિરોધ કર્યો હતો.
પાટીદારને OBCમાં સામેલ ન કરી શકાયઃ અઠાવલે
કેન્દ્રિયમંત્રી Ramdas Athawaleએ પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. અઠાવલેએ EBC યોગ્ય નિર્ણય છે પરતું સમાજને પુરતો લાભ નથી મળતો ત્યારે જેમની આવક 8 લાખથી ઓછી છે તેવા લોકોને અનામત લાભ મળે તેવો કાયદો બનાવવો જોઈએ ત્યારે પાટીદારોને OBCમાં સમાવવાની માંગને લઈ પ્રશ્ન પૂછાતા અઠાવલેએ જણાવ્યું હતું કે OBCમાં તેમનો સમાવેશ કરી શકાતો નથી ત્યારે તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે તેવું જણાવ્યું છે.