બોલિવૂડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ટોલીવુડની હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી બે વર્ષ પહેલા હૈદરાબાદમા થયેલા દિશા રેપ કેસને લઈને કરવામાં આવી છે. દિલ્હીના Advocate એ અરજી દાખલ કરતા બોલિવૂડ અને ટોલીવુડની 38 હસ્તીઓની ધરપકડની માગ કરી છે.
Advocate નો આરોપ છે કે, આ હસ્તીઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપ પીડિતાના નામને સાર્વજનિક કર્યુ હતું અને તેમના પરિવારની ઓળખને સાર્વજનિક કરી હતી.
Morning Consult Survey : PM મોદી વિશ્વના સૌથી Famous નેતા બન્યા,અપ્રુવલ રેટિંગમાં જો બાઈડન પણ પાછળ
શું છે મામલો ?
હૈદરાબાદમાં લગભગ એક વર્ષ પહેલા દેશને હચમચાવી નાખનાર દિશા રેપ કેસના બે વર્ષ પુરા થઈ ચુક્યા છે દેશની આ શરમજનક ઘટના હૈદરાબાદમાં આવેલા બહારના વિસ્તારમાં થઈ હતી, જ્યાં એક 26 વર્ષિય પશુ ડોક્ટર સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. જ્યાં પીડિતાને જીવતી સગળાવી દેવામાં આવી હતી. આ મામલાને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ધરપકડ કરાયેલા લોકોનો ક્રાઈમ સીન ફરાર થયા બાદ પોલીસે આરોપીઓના એન્કાઉન્ટર કરી નાખ્યા હતા.
બોલિવૂડ કલાકારોની લાંબી યાદી છે. બે વર્ષ બાદ બોલિવૂડની આ હસ્તીઓ બરાબરની ફસાઈ છે. દિલ્હીના એક Advocate એ અરજી દાખલ કરીને બોલિવૂડ અને ટોલીવૂડની 38 જેટલી હસ્તીઓની ધરપકડ કરવાની માગ કરી છે. જેમાં રવિ તેજા, રકુલ પ્રિત, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા લોકપ્રિય નામ શામેલ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, અજય દેવગનના નામ પણ શામેલ છે.
આ ટોલીવૂડ કલાકારો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મહારાજા રવિ તેજા, રકુલ પ્રિત સિહ, અલ્લૂ સિરીસ, તથા અસલી નામનો ઉલ્લેખ કરનારા કેટલાય અન્ય સેલેબ્રિટી પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ કલાકારો વિરુદ્ધ દિલ્હીના Advocate ગૌરવ ગુલાટીએ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 228 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે અને તીસ હજારી કોર્ટમાં એક અરજી કરી છે.