રાજ્ય નું વાહનવ્યવહાર વિભાગ અત્યાર સુધી નવા વ્હીકલના રજિસ્ટ્રેશન લગતી સમગ્ર જે કામગીરી કરતું હતું તે હવે ડીલરો કરશે તેવું નક્કી થઈ રહ્યું છે,પરીણામે વાહન ખરીદનારા કસ્ટમરો ને હવે ટેક્સ ભરવાથી માંડીને કાગળોની ચકાસણી અને અંતે નંબરની ફાળવણી પણ ડીલરો જ પાસેથી જ મળી રહેશે, એટલે નવા વ્હીકલની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં હવે RTO ની કોઈ ભૂમિકા નહીં રહે.
રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ આરસીબુક, એચપી કેન્સલ સહિતની કામગીરી ફેસલેસ કરી દેવામાં આવી છે.
હવે નવા વાહન ખરીદતાં પહેલાં રજિસ્ટ્રશેનની પ્રક્રિયા પૂરી કરી વાહનનો નંબર પણ ફાળવી દેવાશે અને લગભગ તો નંબર પ્લેટ પણ લગાડીને કારની ડિલિવરી કરવામાં આવશે. હાલની પ્રક્રિયા મુજબ નવી કાર-બાઇક કે કોઇપણ વ્હીકલનું વેચાણ થાય તો ડીલરો વાહન ખરીદનારને વાહનની ડિલિવરી કરતી વેળા સરનામા-આઇડીપ્રૂફ, પાન, આધાર સહિતના પુરાવા લઈને આરટીઓનો ટેક્સ ભરે છે. પાલિકાનો ટેક્સ ભરે છે.
મોદી સરકાર લાવી છે 8 પાસથી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર યોજના, હવે કોઈ બેરોજગાર નહી રહે
આ પ્રક્રિયા બાદ RTO ઇન્સ્પેક્ટર ડીલરોનાં ફોર્મ-કાગળોની ચકાસણી કરે છે અને તે બાદ નંબર ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જોકે,હવે કામગીરી ડીલરો દ્વારા જ કરવામાં આવશે.
એફ.એ.ડી.એ. સાથે ગાંધીનગર કમિશનર ઓફિસમાં ડીલરોની મળેલી બેઠક દરમિયાન તા. 15 ઓગસ્ટથી નવા વાહનના રજિસ્ટ્રેશનની સંપૂર્ણ સત્તા ડીલરો પાસે રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મીટિગમાં નક્કી થયા મુજબ RTO ને કોઇ કાગળો મોકલવાના રહેશે નહીં તેમજ મહિના દિવસે મળતી આર.સી. બુક પણ ડીલર પ્રિન્ટ કરી વાહનમાલિકને આપી શકશે. ઓએસડી, એએસએસટી સી.ઓ.ટી., સી.ઓ.ટી.ના કાયદાકીય સલાહકાર અને મોટાં શહેરોના RTO અને ARTO સાથે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં મીટિંગ મળી હતી, જેમાં નવાં વાહનોનું પેપરલેસ / ફેસલેસ નોંધણી પ્રક્રિયા કરાશે તેમ નક્કી થતા હવે વાહન ખરીદનારા ગ્રાહકો એ આરટીઓ સુધી જવું નહિ પડે.