વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને આજે Somnath ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ચાર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને ખુલ્લો મુક્યો હતો..
આ ઉપરાંત ભવ્ય મ્યુઝિયમ, જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર કે જેનું નવીનિકરણ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કર્યું હતું.
જ્યારે પાર્વતી મંદિરના નિર્માણકાર્યનું ખાતમુહુર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી આ લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા.
Live Darshan : શ્રાવણના બીજા સોમવારે Somnath Mahadev ના દર્શન કરો ઘર બેઠા અને ધન્યતા અનુભવો
Somnath મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથ ના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી Somnathનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.
Somnath Temple is integral to our culture and ethos. Inaugurating development works there. #JaySomnath. https://t.co/yE8cLz2RmX
— Narendra Modi (@narendramodi) August 20, 2021
મહત્વનું છે કે, વોક વે પરથી Somnath અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે. આ વોક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિંમી લાંબો દરિયા કિનારે નિર્માણ પામ્યો છે, જે લગભગ 47 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. જ્યારે સોમનાથનું ભવ્ય મ્યુઝિયમ, જે પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવે છે.
આ મ્યુઝિયમ પણ આજે પ્રધાનમંત્રી વર્ચ્યુલ લોકાર્પણ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમજ જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલા પાર્વતી મંદિરના નિર્માણ કાર્યનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે પાર્વતી મંદિર નિર્માંણ પામશે.