GB Whatsapp ના યુઝમાં શું છે જોખમ આજે જ જાણો….
Whatsapp પર તમે ઘણી વસ્તુઓ કરી શકો છો પરંતુ અહીં એક એપ એવી પણ છે જેનો ઉપયોગ તમને ભારે પડી શકે છે અને મેસેંજર પ્લેટફોર્મ તમને હંમેશા માટે પોતાની મેસેજંગ એપ પરથી બેન કરી શકે છે. સાથે જ તમારુ એકાઉન્ટ પણ હંમેશા માટે બેન કરવામાં આવી શકે છે. Whatsapp પોતાના યુઝર્સ માટે અવાર નવાર નવા ફીચર્સ લોન્ચ કરે છે પરંતુ કંપની હજુ પણ ઘણા એવા ફીચર્સની તલાશમાં છે જે અન્ય એપ્સ પર ઉપલબ્ધ છે.
અને આ જ કારણે લોકો Whatsapp ઉપરાંત અન્ય એપ્સનો પણ ઉપયોગ કરે છે.
આ ફીચર્સમાં ઓટો-રિપ્લાય, શિડ્યુલિંગ ચેટ અને ઘણાં અન્ય ફીચર્સ સામેલ છે. કેટલાંક ડેવલપર્સે ફેન્સી ફીચર્સનો યુઝ કરીને એક એવી એપ બનાવી છે જેમાં યુઝર્સ પોતાની Whatsapp ચેટ્સને ટ્રાન્સફર કરી શકે છે. જો કે આ Whatsappનું અનઓફિશિયલ વર્ઝન છે. આ એપ બિલકુલ Whatsapp જેવી જ દેખાય છે પરંતુ તેમાં તમને ઘણા એવા એનોખા ફીચર્સ મળી જશે જે તમને Whatsapp માં નથી મળતાં. જી હા અમે અહીં GB Whatsapp અને Whatsapp Plusની વાત કરી રહ્યાં છીએ.
શું છે GB Whatsapp?
GB Whatsapp એક ઓલ્ટરનેટ અથવા Whatsapp નું મોડિફાઇડ વર્ઝન છે. આ એપ બિલકુલ અલગ છે અને તમે તેને એપીકેના રૂપમાં ડાઉનલોડ કરી શકો છો કારણ કે તે એપલ સ્ટોર કે ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ નથી. તેને થર્ડ પાર્ટી ડેવલપર્સે બનાવી છે. તેવામાં આ એપનું Whatsapp ઇંક સાથે કોઇ કનેક્શન નથી. જણાવી દઇએ કે GB Whatsapp ઓરિજિનલનું કોઇ નકલી વર્ઝન નથી અને આ કોઇ નવી એપ પણ નથી.
WhatsApp નું નવું Features, ફોટો અને વિડીયો એક વાર જોયા બાદ ઓટોમેટીક ડીલીટ થઇ જશે
એપના યુઝને લઇને Whatsapp એ આપી ચેતવણી
જણાવી દઇએ કે આ ફીચર્સના કારણે યુઝર્સે આ એપ ડાઉનલોડ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે Whatsapp સમયે સમયે યુઝર્સને આ વાતની ચેતવણી આપતુ રહ્યું છે કે જેનાથી લોકો તેનાથી દૂર રહે. વર્ષ 2019માં Whatsapp એ તે એકાઉન્ટ્સ પર બેન લગાવી દીધો હતો જે GB Whatsapp સાથે જોડાયેલા હતા. સાથે જ યુઝર્સને તે પણ ચેતવણી આપી હતી કે જે પણ તેનો યુઝ કરશે તેનું એકાઉન્ટ હંમેશા માટે બેન કરી દેવામાં આવશે.
GB Whatsapp ના યુઝમાં શું છે જોખમ
જણાવી દઇએ કે જો તમે વિચારી રહ્યાં છો કે તમે પણ આ એપનો ઉપયોગ કરશો તો ખતરો ઉભો થઇ શકે છે. આ એપમાં કોઇ સિક્યોરિટી ચેક નથી. ઓરિજિનલ એપની જેમ તેમાં તમારો ડેટા સુરક્ષિત નથી. સાથે જ પ્રાઇવસીને લઇને પણ તેમાં તમને કોઇ સુરક્ષા નથી મળતી. આ ઉપરાંત જો તમે એપીકે ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યાં છો તો બની શકે છે કે તમારી ડિવાઇસમાં કોઇ ખતરનાક વાયરસ એન્ટર કરી જાય અને તમારી ડિવાઇસ હેક પણ થઇ શકે છે. તેથી ઓરિજિનલ Whatsapp હંમેશા યુઝર્સને તે જાણકારી આપતુ રહે છે કે તે આ પ્રકારની એપ્સથી બચીને રહે અને તેનો યુઝ ન કરે.