હવે રાજ્યોની ઈંફોર્સમેંટ એજન્સીઓએ ગુનો કર્યાના પંદર દિવસની અંદર ગુનેગારને Traffic નિયમોના ઉલ્લંઘનની નોટિસ મોકલવાની રહેશે. આ સાથે જ પરિવહન મંત્રાલયે નવા નિયમ મુજબ ચલણ ભરે ત્યા સુધી તેનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવાનો રહેશે. હકીકતમાં પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ અંતર્ગત એક સંશોધિત અધિસૂચના જાહેર કરી છે.
આ સંશોધિત અધિસૂચના મુજબ ચલણ ફાડવા માટે ઈલેક્ટ્રોનિક ઈંફોર્સમેંટ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવશે.
મંત્રાલયે કેટલાય ટ્વિટ દ્વારા આ સંબંધમાં જાણકારી શેર કરી છે. મંત્રાલયે કહ્યુ છે કે, ગુનાની જાણ Traffic રૂલ્સ તોડ્યાના પંદર દિવસની અંદર કરવાની રહેશે. આ સાથે જ ઈલેક્ટ્રોનિગ નજર હેઠળ ભેગા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ દંડ ભરો ત્યાં સ્ટોર કરીને રાખવાનો રહેશે.નવા નિયમ મુજબ ઈલેક્ટ્રોનિક ઈંફોર્સમેંટ ડિવાઈસમાં સ્પીડ કેમેરા, ક્લોઝ સર્કિટ ટેલીવિઝન કેમેરા, સ્પીડ ગન, બોડી વિયરેબલ કેમેરા, ડૈશબોર્ડ કેમેરા, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન, વેટ ઈન મશીન અને આવી કેટલીય ટેકનિક શામેલ છે.
Google, Facebook, WhatsApp 15 દિવસમાં નવા આઇટી નિયમોના અમલનો રિપોર્ટ સરકાર ને સોપવાનો આદેશ
અહીં લગાવામાં આવશે ડિવાઈસ
રાજ્ય સરકાર એ નક્કી કરશે કે, આ પ્રકારના ઉપકરણોને રાષ્ટ્રીય રાજમાર્ગો, રાજ્ય માર્ગો, અને મહત્વના સ્ટેશનો પર ઓછામાં ઓછા 10 લાખથી વધારેની વસ્તીવાલા મુખ્ય શહેરોમાં લગાવામાં આવશે. નોટિફિકેસનમાં 132 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હાઈરિસ્ક વાળા શહેરો છે. મંત્રાલયે એ પણ કહ્યુ છે કે, ઈલેક્ટ્રોનિક ઈંફોર્સમેંટ ડિવાઈસને આવી રીતે રાખવુ જોઈએ, જેનાથી કોઈને પણ અડચણ ન આવે. તેમાં લાઈન ઓફ વિઝન અથવા વાહનોને યોગ્ય રીતે ચાલવામાં મુશ્કેલી ન આવે.