કોરોના કરતાં પણ ગંભીર Virus મચાવશે તબાહી
Virusના કારણે ગત વર્ષે 9 લાખ મરઘી પામી હતી મૃત્યુ
ગત અઠવાડિયે ચીનમાં ઘણા લોકો થાય હતા સંક્રમિત
લાંબા સમયથી સમગ્ર વિશ્વ જીવલેણ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. 2019ના અંતમાં જન્મેલા આ Virus ગયા વર્ષના માર્ચ મહિનાથી એક પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
લાખો લોકોના જીવ ગુમાવ્યા પછી, હવે આ Virus સામે રક્ષણ માટે ઘણી વેક્સિન બનાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ Virusનો પ્રકોપ ઓછો થયો નથી. આ દરમિયાન દુનિયામાં આવા અજીબોગરીબ સમાચાર ફેલાવા લાગ્યા છે, જેના વિષે જાણીને તમે ચોંકી જશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે મરઘીમાંથી એક ખતરનાક Virus ફેલાવા જઈ રહ્યો છે અને આ સમયે પોલ્ટ્રી ફાર્મમાં આઠ ખૂબ જ ખતરનાક Virus વધી રહ્યા છે. એટલું જ નહીં, આ ખતરનાક Virus વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તે ફેલાશે તો તેના પરિણામો કોરોના મહામારી કરતાં પણ ખરાબ હશે.
Virusને રોકવા માટે ફેક્ટરીની 9 લાખ મરઘીને મારવી પડી
તમને યાદ હશે કે ગત વર્ષે રશિયામાં લાખો મરગીઓ અચાનક મરવા લાગી હતી. આ મરઘીઓના શરીરમાં એવિયન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા. આ ફ્લૂ મનુષ્યમાં કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાય છે. એવિયન ફ્લૂના આ સટ્રેનને H5N8 નામ આપવામાં આવ્યું હતું. જેના કારણે ફેક્ટરીનો એક સ્ટાફ સંક્રમિત થઈ ગયો હતો. ત્યારબાદ ફેક્ટરીના વધુ સાત કામદારો પણ પોઝીટીવ મળી આવ્યા હતા. તેઓમાં ખૂબ જ હળવા લક્ષણો દેખાય હતા, જે સારવાર પછી સાજા થઈ ગયા, પરંતુ Virusને રોકવા માટે ફેક્ટરીની 9 લાખ મરઘીને મારવી પડી હતી. જો આ મરઘીઓ ત્યાંથી આગળ સપ્લાય કરવામાં આવી હોત તો Virus વધુ ફેલાયો હોત.
વૈજ્ઞાનિકોએ બનાવવી જોઈએ વેક્સિન
રશિયામાં મરઘીઓની અંદર એવિયન ફ્લૂની આ ઘટના અંગે WHO ને જાણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે WHO કોરોનાના કેસોમાં વ્યસ્ત હતી. આ દરમિયાન, રશિયન ફેડરેશનના મુખ્ય ઉપભોક્તા સલાહકાર એના પોપોવાએ જણાવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે વિશ્વના વૈજ્ઞાનિકોએ H5N8 Virusના ઇન્જેક્શન બનાવવાનું શરૂ કરવું જોઈએ. જો આવું ન થાય તો આ Virus મનુષ્યોમાં ફેલાઈ શકે છે. જો આવું થશે તો સ્થિતિ કોરોના કરતા પણ ગંભીર થઈ જશે. હાલમાં, એવિયન ફ્લૂના આઠ પ્રકારો શોધી કાળવામાં આવ્યા છે અને તે બધા મનુષ્યને મારી નાખવા સક્ષમ છે.
Microsoft એ આપી Warning, તમારા PC ને આજે જ Update કરો નહિતર આ Problem થઇ શકે..
ગત અઠવાડિયે ચીનમાં ઘણા લોકો થાય હતા સંક્રમિત
તાજેતરમાં, ચીનના 48 લોકો H5N8 થી સંક્રમિત થયા હતા, જેમની ખૂબ જ ગુપ્ત રીતે સારવાર કરવામાં આવી રહી છે. આમાંથી મોટાભાગના લોકો પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી અડધા લોકો મૃત્યુ પામ્યા છે.