IPL ની બે નવી ટીમની જાહેરાત
અમદાવાદ અને લખનઉની ટીમની જાહેરાત
આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમ ખરીદી
CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
22 ઉદ્યોગ ગૃહોએ બંને ટીમોને ખરીદવા બોલી લગાવી
બોલી લગાવનારાઓમાં અદાણી ગ્રુપ, ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ ફાર્મા, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, ભૂતપૂર્વ પ્રધાન નવીન જિંદાલના જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સહયોગી ઓ હતા. પરંતુ અંતે ગોએન્કા ગ્રુપ અને સીવીસીના ભાગીદાર શરત લગાવી શક્યા.
સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે 2016 અને 2017ની સિઝનમાં રમી ચૂકી છે
સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અગાઉ IPLમાં 2016 અને 2017ની સિઝનમાં રમી ચુકી છે. 2016ની IPL સિઝનમાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને ટીમ 2016માં પ્લેઓફમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને અંતિમ IPL 2017માં મુંબઈ ઈન્ડિયન્સે 1 રનથી હરાવી હતી.
Heartiest congratulations to Irelia Company Pte Ltd (CVC group) for getting #IPLNewTeam of A’bad, welcome to Narendra Modi Stadium and to RPSG for getting Lucknow team. @JayShah @IPL @BCCI @GCAMotera
— Dhanraj Nathwani (@DhanrajNathwani) October 25, 2021
2022 માં 8 ને બદલે 10 ટીમ IPL માં રમશે
બે નવી ટીમના સમાવેશ બાદ 2022 ની IPL માં 8 ને બદલે 10 ટીમ રમશે. IPL માં મેચોની સંખ્યા પણ ૬૦ થી વધીને ૭૪ થઈ જશે. ખેલાડીઓની વાત કરવામાં આવે તો બે ટીમોમાં વધારા સાથે ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને IPLમાં રમવાની તક મળશે. ભારતીય ટીમના 30થી 35 યુવા ખેલાડીઓ પણ હશે.
https://www.instagram.com/p/CVcXYpttxzd/?utm_source=ig_web_copy_link
BCCIને થઈ 12 હજાર કરોડની આવક
BCCIને બન્ને ટીમ પાસેથી 12 હજાર કરોડની આવક થઈ છે જે ધારણા કરતા પણ વધી વધારે છે.