સાસુના વળતર સંબંધિત Supremeનો મોટો ચુકાદો
જમાઈ સાથે રહેનાર સાસુ વળતર લેવા હકદાર
જમાઈના મોત બાદ વળતરની દાવેદાર બની શકે સાસુ-Supreme
Supreme Courtના જસ્ટીસ એસએ નઝીરની આગેવાની વાળી ખંડપીઠે એક મોટો ચુકાદો આપતા જણાવ્યું કે ભારતીય સમાજમાં પુત્રી-જમાઈ સાથે સાસુ રહેતી હોય તે ઘટના નવાઈકારક નથી.
જમાઈ પર નિર્ભર સાસુને મોતના કિસ્સામાં વળતર મળી શકે
Courtએ કહ્યું કે વૃદ્ધ થયા બાદ સાસુ દિકરીના ઘેર રહેતી હોય છે અને તે તેના જમાઈ પર પણ નિર્ભર રહેતી હોય છે. મૃતકની સાસુ કાયદાકીય વારસ ન બની શકે પરંતુ જમાઈ પર આધારિત સાસુ જમાઈના મોત બાદ મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતરની દાવેદાર બની શકે.
શું છે મામલો
મૃતકની સાસુને કાનૂની પ્રતિનિધિ ન માનનાર અને વળતરની રકમ ઘટાડી દેવાના કેરળ હાઈCourtના ચુકાદાની સામે મૃતકની પત્નીએ Supreme Courtમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી આપતા Supreme Courtએ મોટો ચુકાદો આપ્યો હતો. મોટર વ્કીલલ ક્લેમ ટ્રિબ્યુનલે 74.50 લાખના વળતરનો આદેશ આપ્યો હતો પરંતુ હાઈCourtએ તેને ઘટાડીને 48.39 લાખ કરી નાખ્યું હતું.
હવે વીજળીમાં પણ Portability ની સુવિધા, ઈચ્છિત કંપની અને વીજ સપ્લાય બંધ થાય તો વળતર મળશે
Supremeએ જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટનું કહેવું છે કે વળતર વ્યાજબી અને યોગ્ય હોવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટ લીગલ પ્રતિનિધિની વ્યાખ્યા કરતો નથી અને લીગલ પ્રતિનિધિનો અર્થ સામાન્ય પ્રતિનિધિ એવો થાય છે અને તેને વળતરની રકમ મળે છે.