Pakistan સામેના પરાજય બાદ ટીમ India માં ફેરફારની સંભાવના
ભુવનેશ્વેર કુમારનું પત્તુ કપાવાની શક્યતા
ઇશાન કિસનને તક મળી શકે
Pakistan સામેના કારમા પરાજય બાદ ટીમ Indiaમાં મોટા ફેરફારની શક્યતા જોવાઈ રહી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશાઓ હતી.
ભુવનેશ્વેરને સ્થાને ઇશાનને તક મળી શકે
અગાઉ પણ વોર્મઅપ મેચો અને આઇપીએલમાં પણ સૂર્યકુમારનું પ્રદર્શન વખાણવા લાયક નહોતુ. આગામી મેચમાં તેના સ્થાને ઇશાન કિસનને તક આપવામાં આવી શકે છે. ઇશાન હાલમાં ખૂબ જ જોરદાર ફોર્મમાં છે. ભુવનેશ્વેર કુમારનુ પણ આગામી મેચમાં પત્તું કપાઇ શકે છે.
Pakistan સામેની હાર બાદ મોહમ્મદ શામીની સૌથી વધારે ટીકા
Pakistan સામેની હાર બાદ સૌથી વધુ મહોમ્મદ શામીને લોકોએ સોશિયલ મીડિયામાં ધોઈ નાંખ્યો છે. શામી બાદ રોહિત શર્મા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે શામી અને રોહિત પર પણ લટકતી તલવાર જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમને રવિવારે Pakistan સામે ટી -20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં 10 વિકેટના માર્જિનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહીત-રાહુલ, શાહીનનો સસ્તો શિકાર બન્યા
ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનું કારણ બનીને ઉભરી આવ્યો. આવું જ કંઈક 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં Pakistan સામે ભારતીય ટીમ સાથે થયું હતું. તે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ટીમ ઇન્ડિયા માટે સમસ્યા બની ગયો હતો, આ જ પ્રકારનો દેખાવ રવિવારે શાહીન આફ્રિદીએ તેના ઝડપી સ્વિંગ બોલથી કર્યો હતો. ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ (Rohit Sharma) તેના પહેલા જ બોલ પર શાહીન સામે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આ પછી શાહીનની બીજી ઓવરના પહેલા બોલ પર કેએલ રાહુલ પણ સ્વિંગ બોલથી બોલ્ડ થયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટે 6 રન થઈ ગયો હતો અને બંને ઓપનર માત્ર 13 બોલમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ ઇન્ડિયાને આ નબળી શરૂઆતનો ભોગ બનવું પડ્યું હતું અને પાવર પ્લેમાં મોટો સ્કોર ઉભો કરી શકી ન હતી.
હાર્દિક સારો દેખાવ ના કરી શક્યો
પહેલા ત્રણ વિકેટના લાગેલા આંચકાથી ભારતીય ટીમને વિરાટ કોહલી અને રિષભ પંતની જોડીએ બચાવી હતી. જે બાદ ત્રુષભે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરતા, તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. અંતે ફિનિશર તરીકે બેટિંગ કરવા આવેલો હાર્દિક પંડ્યા પોતાનો બેટીગ પાવર બતાવી શક્યો નહોતો અને 8 બોલમાં માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિકને બોલ ફટકારવામાં ઘણી તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં છેલ્લી ઓવરોમાં તેનું બેટથી રન ના આવવા ટીમ માટે સમસ્યા બની ગઈ અને ભારતીય ટીમ મોટો પડકારજનક સ્કોર બનાવી શકી નહીં.
ભારતીય બોલરો પાવરપ્લેમાં વિકેટ ના લઇ શક્યા
152 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે ભારતીય પેસ બોલરો ટીમને સફળતા ન અપાવી શક્યા. Pakistan ના બેટ્સમેનોએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને મેરિટના આધારે ભારતીય બોલરો પર હુમલો કર્યો. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ચોથી ઓવરમાં વિરાટે ઉતાર્યો હતો. પરંતુ રિઝવાન અને બાબરે તેની સામે સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી અને વરુણ ચક્રવર્તી સામે આક્રમક બન્યા નહોતો. પાવરપ્લેમાં Pakistan એ કોઈપણ નુકસાન વિના 43 રન બનાવ્યા હતા. જો કે ભારતીય ટીમે પાવર પ્લેમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 36 રન બનાવ્યા હતા.
Pakistan ના ઓપનરોની રેકોર્ડ ભાગીદારી
મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની ઓપનિંગ જોડીએ પોતાનું ઉમદા ફોર્મ ચાલુ રાખ્યું અને ભારતીય બોલરોને ચોમેર ફટકાર્યા. ઇનિંગ્સની 8 મી ઓવર સુધી તેને ભારતીય બોલરો સામે થોડી તકલીફ પડી હતી પરંતુ જેમ ઝાકળ પડવાનું શરૂ થયું કે તરત જ રિઝવાન અને બાબરે બેટ ખોલીને હુમલો કર્યો. બંનેએ 12.5 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના Pakistanને 100 રનને પાર પહોંચાડી દીધી હતી.