Tesla ના શેરમાં આવ્યો ઉછાળો
હર્ટ્ઝ ટેસ્લા સાથે એક લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ડીલ કરી
એલન મસ્કની સંપતિમાં એક દિવસમાં 25.6 આરબ ડોલર એટલે કે 19.23 ટ્રિલિયન ડોલરનો વધારો
અમેરિકી અબજપતિ કારોબારી અને ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપતિમાં એક દિવસમાં 25.6 આરબ ડોલર એટલે કે 19.23 ટ્રિલિયન ડોલરનો વધારો થયો.
Tesla ના શેરમાં સોમવારે ઉછાળો આવતા પહેલી વાર કંપનીની વેલ્યુએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર કર્યા છે.
આવું ત્યારે થયું કે જ્યારે કાર ભાડા પર આપતી કંપની હર્ટ્ઝ Tesla સાથે એક લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે એલાન કર્યું.
આ ડિલથી Tesla ના શેરની કિમત આસમાન પર પહોંચી અને કંપનીએ પહેલી વાર એક ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કર્યો.
Forbes મેગેઝિનના રિયલ ટાઈમ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે યુએસ શેરબજાર બંધ થવાના સમયે, મસ્કની સંપતિ શુક્રવાર સાંજે 11.4 ટકા થી વધીને 255.2 અરબ ડોલર હતી. આટલી સંપત્તિ કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ પાસે રહી નથી. શેરબજારના એક જ ટ્રેડિંગ સેશનમાં તેમની સંપત્તિમાં 25.6 અબજ ડોલરનો વધારો થયો છે.
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે એલન મસ્કની Google સાથે ડીલ
આ લિસ્ટ અનુસાર દુનિયાના ધનિક લોકોના મામલે જેફ બેજોસ 193.3 અબજ ડોલરની સાથે પાછળ છે. એક બયાન દરમિયાન આ કંપનીએ કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં એક લાખ Tesla કારની ખરીદી પૂરી થઈ જશે. વધારે પડતા મોડલ 3 નાની કારના હશે. કંપની ચાર્જિંગ પોઈન્ટ માટે પોતાનું નેટવર્ક તૈયાર કરશે કેમ કે આ યુ.એસ.માં ભાડાકીય ઈવીનો સૌથી વધારે બનાવવા માંગે છે.