અનેક રોગોથી બચાવે છે આ સુપરફૂડ Oats
પોષક તત્વોનો ખજાનો છે આ ફૂડમાં
હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે આ ફૂડ
ઓટ્સ (Oats) બજારમાં અલગ અલગ પ્રકારની ફ્લેવરમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ઓટ્સ (Oats)ને આરોગ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ શુ તમે જાણો છો કે તે તમારી સ્કિન અને વાળ માટે પણ તે ખૂબ જ લાભદાયક હોય છે. ચાલો જાણીએ તેના બેસ્ટ ફાયદા.
પોષક તત્વોનો ખજાનો
કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ (Oats) તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ચરબી ઘટાડે છે
ઓટ્સ (Oats)માં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી.
તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે. ઓટ્સ (Oats)મા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે.
પેટ સંબંધિત રોગો દૂર કરે છે
ઓટ્સ (Oats) પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે.
શરીરને ઠંડક આપે છે
શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ (Oats) ફાયદાકારક છે, કેમકે તેની પ્રકૃતિ ઠંડી હોય છે.
સ્કિનને હેલ્ધી રાખે છે
ડ્રાય અને બેજાન સ્કિન કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે. ઓટમીલ બાથ લેવાથી ત્વચાની બળતરા દૂર થાય છે અને રુક્ષતા પણ ખતમ થાય છે.
ગ્લો લાવે છે
ઓટ્સ ને દૂધમાં મિક્સ કરીને બનાવેલા સ્ક્રબનો પ્રયોગ કરવાથી સ્કિનની ચમક વધી જાય છે અને સ્કિન લાંબા સમય સુધી યુવાન રહે છે અને સુંદર દેખાય છે. તમારી ત્વચાને સુંદર બનાવવા માટે ઓટ્સ તમારી મદદ કરે છે. તેનાથી બનેલું ફેસ પેક ચહેરા પર લગાવવાથી ત્વચા કોમલ અને સ્વસ્થ બને છે.
ડાયાબિટીસમાં લાભકારી
રોજ નાસ્તામાં ઓટ્સ ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં લાભ થાય છે, કેમ કે તે ઈન્સ્યૂલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામા સહાયક છે.
કેન્સર સામે રક્ષણ
કેન્સરથી બચાવ માટે ઓટ્સ (Oats)નો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે
ની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.
અનેક રોગોથી બચાવે છે આ સુપરફૂડ
પોષક તત્વોનો ખજાનો છે આ ફૂડમાં
હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે આ ફૂડ
આ વાંચો….