હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર જૂની નોટો (Notes) અને સિક્કાઓ (Coins)ની ખરીદી અને વેચાણ અંગે ઘણા પ્રકારના સમાચારો ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે આવા નોટો (Notes) અને સિક્કાઓ (Coins) છે, તો તમે લાખો રૂપિયા કમાવી શકો છો. RBIએ આવા સમાચારો અંગે એક રિલીઝ બહાર પાડી ગ્રાહકોને તેનાથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂની નોટો (Notes) અને સિક્કાઓ (Coins) ની ખરીદી વેચાણની બનાવટી ઓફરનો શિકાર ન થાવ.
હકીકતમાં કેટલાક તત્વો જુદી જુદી નોટો (Notes) અને સિક્કાઓ (Coins)ની ખરીદી અને વેચાણથી સંબંધિત ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેતરપિંડી દ્વારા સામાન્ય લોકો પાસેથી RBIના નામે ફી અથવા કમિશનની માંગ કરી રહ્યા છે.
RBIએ સ્પષ્ટ કર્યું છે કે આવી જાળમાં ન ફસાવો.
RBIએ શું કહ્યું?
ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે તે જૂની નોટો (Notes) અને સિક્કાઓ (Coins) વેચવા જેવા કોઇ સોદામાં સામેલ નથી અને કોઇપણ પ્રકારનું કમિશન કે રૂપિયા નથી લેતી. કેન્દ્રીય બેંકે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે આરબીઆઈના કોઈ સભ્ય, કર્મચારી કે કંપની કે સંસ્થાને આવા વ્યવહારો માટે સત્તા આપવામાં આવી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય લોકોને સલાહ આપે છે કે આવી નકલી અને છેતરપિંડીની ઓફરની જાળમાં ન ફસાય. આ પહેલા પણ સમયાંતરે RBI ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચવા માટે એલર્ટ જારી કરતી રહી છે.
RBI says…… https://t.co/GkYacx40ub pic.twitter.com/3rBe9k5ZWB
— RBI Says (@RBIsays) August 4, 2021
— RBI Says (@RBIsays) August 4, 2021