પુરુષ Hockey માં આજે બ્રોન્ઝ માટે લડયું ભારત
જર્મની સામે ટીમ ઈન્ડિયા પહેલા ક્વાર્ટરમાં રહી પાછળ
Hockey માં આજે ભારત અને જર્મની વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મેચ જામી હતી જે બાદ ભારતે છેક છેલ્લી ઘડી સુધી મેચ ખેંચી અને તે બાદ ભારતે ટોક્યોમાં તિરંગો લહેરાવી દીધો અને બ્રોન્ઝ જીત્યો
GET. SET. CHAK DE. 🇮🇳
Let's do this.
🇩🇪 0:0 🇮🇳https://t.co/FEfTJeTHxK#GERvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/WhOPVq94Eu
— Hockey India (@TheHockeyIndia) August 5, 2021
સેમીફાઇનલમાં હાર્યા બાદ આજે બ્રોન્ઝ માટે મુકાબલો
ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે આખા દેશની નજર ભારતનાં Hockey ખેલાડીઓ પર હતી. સવારે સાત વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો શરૂ થયો.
જેમાં શરૂઆતમાં જર્મનીએ ભારત પર સારી પકડ બનાવી હતી.
પહેલા ક્વાર્ટરમાં ભારત પછડાયું
Hockey માં પહેલા ક્વાર્ટરમાં જર્મની ભારતીય ટીમ પર ભારે સાબિત થયું હતું, જર્મની અટેક મોડમાં રહ્યું અને મેચનાં પહેલા જ મિનિટમાં તેણે ગોલ કરી દીધો.
બીજા ક્વાર્ટરમાં ટીમે કરી વાપસી
જોકે બાદમાં મેચની 17મી મિનિટે ભારતે વાપસી કરી હતી. સિમરનજીતે બીજા ક્વાર્ટરમાં એક ગોલ કર્યો અને તે બાદ મુકાબલો 1-1થી બરાબરી પર પહોંચ્યો હતો.
બરાબરની રસાકસી જામી
ભારત અને જર્મની વચ્ચે આજે કાંટાની ટક્કર જોવા મળી હતી, પહેલા જર્મનીએ બે સતત ગોલ કર્યા જે બાદ એવું લાગ્યું કે ભારત માટે રાહ મુશ્કેલ બની છે. જોકે તે બાદ ભારતે શાનદાર વાપસી કરી અને બીજા ગોલ કરીને ફરી મુકાબલો 3-3 પર આવીને ઊભો રહ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરનાં અંતમાં ભારત ક્યાં આગળ નીકળ્યું
જર્મનીએ પહેલા સતત બે ગોલ કરતાં ભારત પર દબાણ ઊભું થયું હતું પરંતુ તે બાદ ભારતીય Hockey પ્લેયર્સે એક બાદ એક ગોલ કર્યા અને મુકાબલો ભારતનાં પક્ષમાં આવી ગયો. ભારતનાં પાંચ જ્યારે જર્મનીનાં 3 ગોલ થયા હતા.
છેલ્લી ઘડીમાં ધબકારા વધ્યા
આજનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ
આજે ચાર મેડલ દાવ પર લાગેલા છે. આજે કુશ્તી માટે પણ એક તરફ પુનિયા બ્રોન્ઝ માટે મેદાનમાં હશે જ્યારે રવિ દહિયા ગોલ્ડ લાવવા માટે લડશે. આ બંનેનો ખેલ આજે બપોરે પોણા ત્રણ વાગ્યે શરૂ થવાનો છે. મહિલા કુશ્તીમાં બર્થ ડે ગર્લ અંશુ મલિક પણ આજે ભારતને સારા સમાચાર અપાવે તેવી દેશાવાસીઓને આશા છે.
પુરુષ અને મહિલા ટીમ માટે કરો યા મરોની સ્થિતિ
Hockey માં ભારતનો ઈતિહાસ શાનદાર રહ્યો છે. પરંતુ વર્ષ 1980 બાદ Hockey માં ભારત એક પણ મેડલ જીતી શક્યું નથી. આટલા લાંબા ઈંતેજાર બાદ ભારત મેડલની રેસમાં સામેલ છે જેમાં પુરુષ અને મહિલા બંને ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે.
પુરુષ Hockey માં આજે બ્રોન્ઝ માટે લડયું ભારત
જર્મની સામે ટીમ ઈન્ડિયા પહેલા ક્વાર્ટરમાં રહી પાછળ
We are in the endgame now. 🤞
Last five minutes of the game.
🇩🇪 4:5 🇮🇳#GERvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey
— Hockey India (@TheHockeyIndia) August 5, 2021