પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવા માટે White House પહોંચી ચૂક્યા છે. થોડીક ક્ષણોમાં બન્ને વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જો બાઈડન અને પીએમ મોદીની મુલાકાત પહેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટ કરીને જણાવ્યું કે મેં અમેરીકા અને ભારતની વચ્ચે રણનીતિક ભાગીદારીને લઈને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
This morning I’m hosting Indian Prime Minister Narendra Modi at the White House for a bilateral meeting. I look forward to strengthening the deep ties between our two nations, working to uphold a free and open Indo-Pacific, and tackling everything from COVID-19 to climate change.— President Biden (@POTUS) September 24, 2021
એક સાથે કામ કરતા અમે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રગતિ કરી શકીએ છીએ. તેમાં કોવિડ-19 મહામારીથી લઈને જળવાયુ સંકટ સુધી લોકતંત્રને મજબૂત કરવાનું અને તેની રક્ષા કરવાનું શામેલ છે.તમને જણાવી દઈએ કે યુએસના રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઈડન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત.
White Houseની મુલાકાત વખતે જો બાઈડેન વડા પ્રધાન મોદીને આવકારવા દરવાજા સુધી આવ્યા ન હતા. આ પહેલાની મુલાકાત વખતે પ્રમુખ ટ્રમ્પ અને મેલેનિયા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા દરવાજે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર બાઈડેનની આ મહેમાનગતી પણ ચર્ચાસ્પદ બની હતી.
કોરોના બાદ હવે Fungus નો ડબલ એટેક, એક જ દર્દીમાં મળ્યા Black અને White Fungus
White Houseમાં પીએમ મોદી-બિડેનની બેઠક
ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા White House પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવાની સંભાવના છે. આ સાથે, કોરોના મહામારી, આબોહવા પરિવર્તન પર પણ ચર્ચા થશે.
Washington DC | Prime Minister Narendra Modi arrives at the White House to hold a bilateral meeting with US President Joe Biden pic.twitter.com/ipVbaLpgL0
— ANI (@ANI) September 24, 2021
બીજી તરફ અમેરીકન રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે સવારે હું એક દ્વીપક્ષીય બેઠક માટે White House માં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યજમાની કરી રહ્યો છું, હું આપણા બન્ને દેશો વચ્ચે ગાઢ સંબધોને મજબૂત કરવા અને એક સ્વતંત્ર અને ઈન્ડો પેસિફિકને બનાવી રાખવા અને કોવિડ-19ને લઈને જળવાયું પરિવર્તન સુધી તમામ બાબતો પર વાત કરવા માટે તત્પર છું.