Portugal માં ઓફિસના કલાકો બાદ કર્મચારીને ફોન નહી કરી શકાય
જો ફોન કે મેસેજ કર્યો તો કંપનીને દંડ ફટકારવામાં આવશે
વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીને ઈન્ટરનેટ અને વીજળીનું બીલ આપવું પડશે
Portugal માં હવે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
જેમા ઓફિસનો સમય પુરો થયા બાદ જો કોઈ પણ કર્મચારીને ઓફિસના બોસ દ્વારા કોલ કે મેસેજ કરવામાં આવશે તો તેને હવે ગેરકાયદેસર માનવામાં આવશે. જેથી હવે અહિયા કંપની દ્વારા ઓફિસનો સમય શરૂ થાય તે પહેલા અને ઓફિસના સમયગાળામાંજ કર્મચારીને ફોન કરી શકાશે.
પોર્ટુંગલ સંસદમાં નવો કાયદો લાગૂ થયો
જો કોઈ પણ બોસે કર્મચારીને ઓફિસના કલાકો બાદ ફોન કે મેસેજ કર્યો તો તેને સજા આપવામાં આવશે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે Portugal સંસદમાં આ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. જેમા ઓફિસના કલાકો પછી તેમજ રજાઓના દિવસોમાં કંપની તેમના કર્મચારીને ફોન કે મેઈલ નહી કરી શકે જો આવું થયું તો કંપનીને દંડ પણ ભરવો પડશે.
વીજળીનું અને ઈન્ટરનેટનું બીલ આપવું પડશે
કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ બધા કરવા લાગ્યા છે. જેથી દેશની સત્તારૂઢી પાર્ટી દ્વારા આ નવો શ્રમ કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત કંપનીએ તેમના કર્મચારીઓને વીજળીનું બીલ તેમજ ઈન્ટરનેટનું બીલ પણ આપવું પડશે. જો કોઈ કર્મચારીનું બાળક નાનું હશે તો તે બાળક 8 વર્ષનું થાય ત્યા સુધી તે કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરી શકશે.
Facebook નું નામ બદલાયા બાદ હવે WhatsApp પર આવ્યો આ મોટો ફેરફાર, જાણો શું છે ફેરફાર
પહેલા પણ અમુક દેશો આ કાયદો અમલમાં મુકી ચુક્યા છે
સમગ્ર મામલે Portugal ના સુરક્ષા મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ નવી વાસ્તવિકતા બની ગઈ છે. જેથી આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ રીતના કાયદાઓ ફ્રાંસ, જર્મની અને ઈટલી જેવા દેશોએ પહેલાથી લાગૂ કર્યા છે. જેથી Portugal ના લોકો ફીટ રહે અને તેમને માનસીક શાંતી રહે તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.