રાજયમાં રોજનું ૮ કરોડ એટલે કે મહિને ૧૪૦ કરોડનું Drugs વેચાતું હોવાની આશંકા છે : છેલ્લા ૩૬ થી ૩૭ કલાકમાં Drugs પર હલ્લાબોલઃ અલગ અલગ રેડ અને બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે
ગુજરાતમાં Drugs રેકેટ પર ગૃહવિભાગનું હલ્લાબોલ જોવા મળી રહ્યું છે. ડ્રગ્સ રેકેટ ચલાવનારા સામે ગૃહ રાજયમંત્રીએ લાલ આંખ કરી છે. તો મળેલી માહિતી પ્રમાણે છેલ્લા ૧ મહિનામાં ૫ થી વધુ સફળ રેડ કરવામાં આવી છે. જેમાં કરોડોનું Drugs પકડાયું છે. ગૃહ રાજયમંત્રીનો ચાર્જ સંભળ્યા બાદ હર્ષ સંદ્યવીની પ્રાથમિકતા Drugsના રેકેટનો પર્દાફાશ કરવાની રહી છે. તેઓએ આ વિશે એક કાર્યક્રમમાં પણ વાત કરી હતી. અને ગુજરાતના યુવાનોને ડ્રગ્સ થી દુર રહેવાની સલાહ પણ આપી હતી.
તો તમને જણાવી દઈએ કે છેલ્લા ૩૬ થી ૩૭ કલાકમાં ડ્રગ્સ પર હલ્લાબોલ જામ્યો છે. અલગ અલગ રેડ અને બાતમીના આધારે કરોડોનું Drugs જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જ દેવભૂમિદ્વારકામાં ૩૫૨ કરોડનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. તપ છોટાઉદેપુરમાં ગાંજાની ખેતીનો પરદાફાસ થયો છે. તો આ ૩૬ કલાકમાં જ અમદાવાદ MD Drugsમાં ૨ પેડલરની ધરપકડ કરવામાં અવી છે. તો સુરતથી પણ MD ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું. સુરત નિયોલ ચેકપોસ્ટથી રૂપિયા ૫.૮૫ લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનો શખ્સ પકડાયો છે. તો આજે મળેલી કેબિનેટમાં પણ Drugs અંગે ચર્ચા થઈ હતી.
તમને જણાવી દઈએ કે છેલ્લા ૫ મહિનામાં ૨૪,૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો ૨૧ એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી ૧૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ૧૭ જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂપિયા ૩,૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી ૧૫૦ કરોડનું અને બાદમાં મુંદ્રાના અદાણી પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.
ગ્રામ્ય વિસ્તારોને પણ આ રેકેટ ખોખલું બનાવી રહ્યું છે. ગામડાંમાં ગાંજો અને અફીણ આસાનીથી મળી રહે છે. ત્યારે મહાનગરો, નાના શહેરોમાં પ્ઝ્ર, ફઘ્ગ્, બ્રાઉનશુગર, મલાણા ક્રીમ, કોકેનનું વેચાણ થઇ રહ્યું છે. માહિતી પ્રમાણે ગાંજો, ચરસ અને અફીણ વેચતા પેડલરોની સંખ્યા ૧૦ હજારથી પણ વધુ છે. તો હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ વેચતા પેડલરોની સંખ્યા ઓછામાં ઓછી ૧૦૦૦ જણાવવામાં આવી રહી છે. એ પણ જણાવી દઈએ કે ગાંજાના પેડલરો રોજ ૨૦ ગ્રાહકોને ૧૦૦ થી ૨૦૦ ના ભાવે પડીકી વેચે છે. ઉપરાંત હાઇ પ્રોફાઇલ ડ્રગ્સના પેડલરો રોજ ૨૦ ગ્રાહકોને ૨૫૦૦ ના ભાવે Drugs વેચે છે. રાજયમાં રોજનું ૮ કરોડ એટલે કે મહિને ૧૪૦ કરોડનું ડ્રગ્સ વેચાતું હોવાની આશંકા છે.