એસએસ રાજામૌલી (SS Rajamouli) ની આગામી ફિલ્મ RRR ને રિલીઝ થયા પહેલા જ સુપરહિટ કહી રહ્યા છે. આ ફિલ્મ આજે એટલે કે 7 January એ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મ મેકર્સે કોરોનાના ચક્કરમાં રિલીઝ મોકૂફ રાખ્યું છે. હવે ફિલ્મની રિલીઝ પહેલા આલિયા ભટ્ટ ,અજય દેવગણ , રામ ચરણ ,જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. અહેવાલ છે કે ફિલ્મ RRR (Film RRR) વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ફિલ્મ RRR વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે , આંધ્રપ્રદેશના અલ્લુરી સૌમ્યા નામના એક વિદ્યાર્થીએ ફિલ્મ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં વણવા જણાવ્યું છે કે, તેમાં ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડી રજૂ કરવામાં આવતા હોઈ તેમ લાગે છે. વિદ્યાર્થીએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ જાહેર કરી છે. અરજીમાં એમ પણ જણાવ્યું હતું કે, આથી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ જારી કરવામાં ન આવે.
સુનાવણીની રાહ જોઈ રહ્યા છીએ
આ કેસની સુનાવણી જજ ઉજ્જવલ બયાનની ખંડપીઠે દ્વારા કરવામાં આવી હતી. આ પછી, તેમણે કહ્યું છે કે, આ એક પીઆઈએલ છે અને તેની સુનાવણી ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા કરવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Gujarat Highcourt નો મહત્વનો નિર્ણય
આ મામલે RRR મેકર્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી
જોકે, આ મામલે હજુ સુધી RRR મેકર્સ તરફથી કોઈ પણ જાતનું નિવેદન બહાર આવ્યું નથી. રામ ચરણ અલ્લુરી ફિલ્મમાં સીતારામ રાજુની ભૂમિકા ભજવી રહ્યા છે. તો, જુનિયર એનટીઆર ફિલ્મમાં કોમારામ ભીમની ભૂમિકામાં ભજવી રહ્યા છે છે.
રાજામૌલીએ ક્યારેય કહ્યું નથી કે, આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે
તમને જણાવી દઈએ કે, રાજામૌલીએ ક્યારેય એવી દલીલ કરી નથી કે, આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે અને હંમેશા સ્પષ્ટતા કરી છે કે તે સાચા પાત્રો પર આધારિત કાલ્પનિક કૃતિ દર્શાવી છે. ઘણા વર્ષો સુધી કોઈ જાણતું ન હતું કે, તે બે સ્વતંત્રતા સેનાનીઓ અને રાજામૌલીના જીવનમાં શું બન્યું હતું અને તે અજાણ્યા વર્ષો પર તેમની વાર્તા આધારિત હતી.