NEET PG Counselling 2021 Verdict: NEET પીજી કાઉન્સેલિંગ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ( ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે કાઉન્સેલિંગ શરૂ કરવાનું જણાવ્યું છે. આ સાથે કાઉન્સેલિંગમાં OBC અને EWS (NEET PG Counselling EWS OBC Reservation Verdict) અનામત આ સત્રમાં લાગૂ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે કાઉન્સેલિંગ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ગત દિવસોમાં આ અંગે સુપ્રીમ કોર્ટે દ્વારા નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને NEET પીજી કાઉન્સેલિંગમાં 27% અનામત મળશે તેમજ EWS કેટેગરીના વિદ્યાર્થીઓને પણ આ અનામતનો લાભ આ સત્રથી જ મળશે.
કોર્ટે દ્વારા જણવામાં આવ્યું છે કે કાઉન્સેલિંગને જલ્દી શરૂ કરવામાં આવે. કોર્ટે દ્વારા આ કેસમાં આગામી માર્ચ મહિનામાં વિગતવારે સુનવણી કરવામાં આવશે. કોર્ટના નિર્ણયથી NEET પીજીના વિદ્યાર્થીઓને રાહત મળશે કારણ કે તેમના માટે કાઉન્સેલિંગનો રસ્તો આસાન થઈ ગયો છે.
આ પણ વાંચો : GPSC કે વિદેશમાં ભણવા માટે પૈસા ન હોય તો ગુજરાત સરકાર આપી રહી છે Loan
સુપ્રીમ કોર્ટમાં NEET માં OBC ને 27% અને EWS ને 10% અનામત આપવા માટે કેન્દ્ર અને મેડિકલ કાઉન્સિલ કમિટીના 29મી July ના ઠરાવને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી તેની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે દેશ ના હિતમાં કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ કરવી જોઈએ.
વિલંબની અસર :
NEET કાઉન્સેલિંગમાં વિલંબ થવાના કારણે એડમિશન અટકી પડ્યા હતા. કોરોનાકાળમાં હૉસ્પિટલોમાં ડૉક્ટરો પર વધી રહેલા ભારણ સામે તબીબી તંગી સર્જાયેલી જોવા મળી હતી. આ અંગે દિલ્હીમાં ડૉકટોરનું વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જલદી સુનાવણી કરવાની પ્રાર્થના કરી હતી.
વિરોધ શેનો હતો ?
2021-22 ના શૈક્ષણિક વર્ષથી OBC અને EWS કોટાને લાગૂ કરવા માટે 29 July 2021 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંગે NEET પીજીના કેટલાક ઉમેદવારોએ વિરોધ દર્શાવામાં આવ્યો હતો. તેમના મતે આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાના માપદંડને લાગુ કરવાનો સરકારનો નિર્ણય અયોગ્ય માનવમાં આવ્યો હતો. આ ઉમેદવારોનો આરોપએ હતો કે સરકારે આ મામલે કોઈ અભ્યાસ કર્યો નથી.