પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટાલીથી ફ્લાઇટમાં 125 લોકો Covid પોઝિટીવ નીકળ્યા હતા. તેમાં કુલ 182 લોકો સવાર હતા. તમામ લોકોને અમૃતસરમા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દેશમાં Covid ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ મળ્યા છે. તે સિવાય 325 લોકોનું Covid ના કારણે મોત નીપજ્યું છે. આ તમામ મુસાફરો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ જાણકારી એરપોર્ટ ડિરેક્ટર વીકે સેઠી દ્વારા આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું હતું કે ફ્લાઇટ એર ઇન્ડિયાની છે. જોકે, એર ઇન્ડિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું કે હાલમાં રોમથી એર ઇન્ડિયાની કોઇ ફ્લાઇટ ભારત આવતી નથી.
આ પણ વાંચો : Corona વાયરસના નવા વેરિઅન્ટ Omicron
દેશમાં જીવલેણ Covid વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, Covid સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં Covid વાયરસના 90,928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા. ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,631 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 787 અને 464 કેસ છે. ઓમિક્રોનના 2,632 દર્દીઓમાંથી 993 દર્દીઓ સ્વસ્થ થયા છે.જે પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર (26,528 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,122 કેસ), દિલ્હી (10,663 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97% માત્ર પાંચ રાજ્યોમાંથી જ આવ્યા છે. આમાં માત્ર 29.19 % કેસ મહારાષ્ટ્રના છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2,85,401 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,82,876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19,206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3,43,41,109 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.