PM નરેન્દ્ર મોદીનો કાફલાને બુધવારે ફિરોઝપુરમાં વિરોધીઓ દ્વારા નાકાબંધી કરી ફ્લાયઓવર પર અટકાવામાં આવ્યો હતો, ત્યારબાદ તેઓ રેલી સહિત કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા પંજાબથી પાછા ફર્યા હતા. હવે, BKU (ક્રાંતિકારી) એ PM ની સુરક્ષા ભંગમાં તેની ભૂમિકા સ્વીકારી છે. BKU ના સુરજીત સિંહ ફૂલે પુષ્ટિ કરી જણાવતા કહ્યું છે કે વડાપ્રધાન ના રૂટની માહિતી પંજાબ પોલીસ દ્વારા તેમને મળી હતી. BKU ના સુરજીત સિંહે એક ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં આ વાતનો સ્વીકાર કર્યો છે.
નોંધનીય છે કે, પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી, જ્યાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમનો રસ્તો રોકી દીધો હતો. જેના કારણે PM નો કાફલો લગભગ 15 મિનિટ સુધી ફ્લાયઓવર પર ઉભો રહ્યો હતો. જેના કારણે ફિરોઝપુરમાં PM ની રેલી પણ રદ્દ કરવામાં આવી હતી. આ ઘટનાની જવાબદારી હવે BKU ના સભ્યોએ લીધી છે.
આ પણ વાંચો : સરકારે Pm કિસાન યોજનામાં કર્યો મોટો ફેરફાર
ઘટનાની જવાબદારી લેતા BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ જણાવ્યું કે ખેડૂતોએ ‘અહંકારી PM મોદી’ને પાઠ ભણાવ્યો છે. PM એ ખેડૂતોને રસ્તા પર ઊભા કર્યા હતા, આજે વડાપ્રધાન ને રસ્તા પર ઊભા કર્યા. નિષ્ણાતોના મતે, BKU ક્રાંતિકારીને અત્યંત ડાબેરી ખેડૂત સંગઠન માનવામાં આવે છે. જો કે તે યુનાઇટેડ કિસાન મોરચાનો હિસ્સો છે, પરંતુ તેણે રાજકારણમાં આવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેના પ્રમુખને માઓવાદી સંગઠનો સાથે સંબંધ હોવા બદલ જેલની સજા પણ કરાઈ હતી.
તે જ સમયે, સંગઠનના પ્રેસ સચિવ અવતાર મહમાએ કહ્યું કે 31 ડિસેમ્બરે બરનાલામાં સાત ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી, જેમાં પીએમની મુલાકાત દરમિયાન મોટા પાયે તેમનો વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BKU ક્રાંતિકારીના કાર્યકરો પિયારેના ગામમાં વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે તેઓએ સવારે દસ વાગ્યાથી ઘેરાબંધી કરવામાં આવી હતી.