2022 ના વર્ષની શરૂઆત એક વિવાદસ્પદ App ને લઈને થઈ. જેમાં 100 થી વધારે Muslim મહિલાઓની તસવીરની ઓનલાઇન હરાજી કરવાની વાત સામે આવી રહી હતી. જે બાદમાં વિવાદ ઊભો થયો છે. રિપોર્ટ પ્રમાણે જાણવા મળે છે કે આ મામલે 4th Jan ના રોજ બેંગલુરુમાંથી એક 21 વર્ષીય એન્જીનિયરિંગ સ્ટુડન્ટની મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . કથિત રીતે Muslim મહિલાઓનું અપમાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી એપથી પોસ્ટ કરવામાં આવેલા અપમાનજનક સાહિત્ય માટે પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવા બદલ યુવકની અટકાયત કરવામાં આવી.
વિવાદિત એપમાં દિલ્હી હાઇકોર્ટના વર્તમાન જજના પત્ની, અભિનેત્રી શબાની આઝમી ,અનેક પત્રકારો, કાર્યકરો તેમજ રાજનેતાઓની તસવીરો સામેલ હતી, જેને હરાજી માટે અપલોડ કરવામાં આવી હતી. ‘Bully Bai’ એપથી ઊભો થયેલો વિવાદ જુલાઈ 2020 માં ‘Sully Deal’ જેવો જ છે. જેમાં આશરે 80 Muslim મહિલાઓને ‘વેચાણ માટે’ રાખવામાં આવી હતી.
શું છે Bulli Bai એપ સાથે જોડાયેલો વિવાદ?
‘ Bulli Bai’ એપ માઇક્રોસૉફ્ટની માલિકીની ઓપન સૉફ્ટવર ડેવલપમેન્ટ સાઇટ GitHub પર બનાવવામાં આવી હતી. જેમાં ‘બુલી’ શબ્દ સ્થાનિક ભાષામાં Muslim મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવતો અપમાનજક શબ્દ માનવામાં આવે છે. એપ પર પ્રોફાઈલમાં પીડિતોની તસવીરો અને અન્ય વિગતો દર્શાવામાં આવેલ છે. આ વિગત વગર સહમતીથી શેર કરવામાં આવી રહી છે.
આ ઘટના ત્યારે વાયરલ થઈ જ્યારે એક મહિલા પત્રકારે બુલ્લી બાઈ એપ પર પોતાની વેચવામાં આવી રહેલી એક તસવીરને ‘ડીલ ઑફ ધ ડે’ સ્વરૂપમાં શેર કરી. પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે , “આ ખરેખર દુઃખદ છે. એક Muslim મહિલા તરીકે તમારે નવા વર્ષની શરૂઆત ડર અને ધૃણા સાથે કરવી પડી છે.”
આ પણ વાંચો : 50 જેટલા એપ પર Google એ લગાવ્યો પ્રતિબંધ
શું હતો Sully Deal વિવાદ?
જુલાઈ 2020માં “સુલ્લી ડિલ્સ” નામની એક એપ સામે આવી હતી. જેમાં ભારતની Muslim મહિલાઓને ઓનલાઈન ‘હરાજી’ માધ્યમથી પરેશાન કરવાનો પ્રયાસ થતો . જેમાં અનેક Muslim મહિલાઓની ઑનલાઇન હરાજી કરવામાં આવતી હતી.
એપમાં મહિલાઓની સહમતિ વગર 80 થી વધુ પ્રોફાઇલ મૂકવામાં આવી હતી. તેમના નામોને ‘ડીલ ઑફ ધ ડે’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. ‘સુલી’ પણ એક અપમાનજનક શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ Muslim મહિલાઓ માટે કરવામાં આવે છે.
આ વિવાદ બાદ તમામ રાજકીય પાર્ટીઓના શીર્ષ નેતાઓએ આ મામલે કડક કાર્યવાહી કરવામાં માંગણી કરી હતી. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, “મહિલાઓનું અપમાન અને સાંપ્રદાયિક નફરત ત્યારે જ બંધ થશે જ્યારે આપણે એક અવાજમાં તેની વિરુદ્ધ ઊભા થઈશું. વર્ષ બદલાયું છે, હવે હાલતમાં પણ બદલાવ લાવો. હવે બોલવું પડશે!”