સવારે ખાલી પેટ Lemon પીવાથી ઘણા ફાયદા થાય છે તેમજ તેનું વધુ સેવન કરવાથી તે નુકસાન કારક પણ સાબિત થઇ શકે છે. યાદ રાખો કે કોઈ પણ વસ્તુ લિમિટની બહાર જાય તો તે તમારા માટે હાનિકારક સાબિત થઈ પણ શકે છે.
દાંત – રોજ લીંબુ પીવાથી દાંતના ઈનેમલને નુકસાન થઈ શકે છે. દાંતમાં સડો પણ થઈ શકે છે. Lemon ના રસમાં રહેલા એસિડને કારણે આ સમસ્યા ઉભી થઈ શકે છે.
પેટમાં થતા નુકસાન – જો લીંબુ નું શરબત વધુ માત્રામાં અને નિયમિત રીતે લેવામાં આવે તો તે તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે. વધુ Lemon પીવાથી હાર્ટબર્ન અને અલ્સરનું જોખમ પણ વધી શકે છે જે પેટ ને નુકસાન પહોંચાડે છે .
હાડકાં પર થતી લીંબુ ની અસર – લીંબુ વધુ પ્રમાણમાં પીવાથી તમારા હાડકાં પર પણ ખરાબ અસર પડે છે. સંશોધન અનુસાર જાણવા મળે છે કે , Lemon નો રસ હાડકામાં હાજર તેલને શોષી લે છે. આ કારણે હાડકાં સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને હાડકા નો દુખાવો થઈ શકે છે
આ પણ વાંચો : લીંબુ (Lemon) પાણીના ફાયદા
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે Lemon જેવા ખાટાં ફળોનું વધુ પડતું સેવન પણ માઈગ્રેનની સમસ્યાને ઉત્તેજિત કરી શકે છે. અભ્યાસો અનુસાર જાણવા મળ્યું છે કે
, જો કોઈ વ્યક્તિને પહેલાથી જ માઈગ્રેનની સમસ્યા હોય, તો તેણે Lemon નું સેવન કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.
રિસર્ચ મુજબ લીંબુ ના રસમાં એસ્કોર્બિક એસિડ અથવા વિટામિન C વધુ માત્રામાં હોય છે. તે કિડનીમાં પેશાબનું ઉત્પાદન વધારવામાં ભાગરૂપ થાય છે. આ શરીરમાં સંચિત વધારાનું મીઠું અને પ્રવાહી બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ વધુ લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબ માટે જવું પડે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.