વર્ષની બધી Purnimaની તિથિનુ મહત્વ જણાવાયુ છે પરંતુ આ બધામાં શરદ Purnimaનુ સ્થાન વિશેષ છે. પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની Purnimaની તિથિને શરદ Purnima તરીકે મનાવવામાં આવે છે. વર્ષની આ Purnima તિથિ સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આ Purnima એ ચંદ્રની રોશનીમાં અલગ ચમક જોવા મળે છે. એટલુ જ નહિ, તેના કિરણોમાં ઔષધીય ગુણો પણ સમાયેલા હોય છે જે સામાન્ય ખીરને પણ અમૃત બનાવી દે છે.
શરદ Purnima એ રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી અને લક્ષ્મી-શ્રીહરિની પૂજા કરવામાં આવે છે. આવો, જાણીએ વર્ષ 2021માં શરદ Purnima કયા દિવસે છે અને હિંદુ ધર્મમાં આ તિથિનુ શું મહત્વ છે.
શરદ પૂનમ ની તિથિ અને શુભ મુહૂર્ત
આ વર્ષે શરદ Purnima અથવા કોજાગરી પૂનમ 19 ઓક્ટોબર, 2021ના રોજ મંગળવારે છે.
Purnima તિથિનો આરંભઃ 19 ઓક્ટોબર, 2021ના રોજ સાંજે 7 વાગ્યાથી
Purnima તિથિનુ સમાપનઃ 20 ઓક્ટોબર, 2021ના રોજ 8 રાતે 8 વાગીને 20 મિનિટ સુધી
શરદ પૂનમના દિવસે લોકો ચોખા અને દૂધથી બનાવેલી ખીરને ખુલ્લા આકાશ નીચે રાખે છે. માનવામાં આવે છે કે શરદ પૂનમએ ચંદ્રમાના કિરણો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે ખીર પર પડે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે. આ ખીરનુ સેવન કરવાથી ઘણા પ્રકારના લાભો મળે છે. માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા તિથિ પર ચંદ્રમા પૃથ્વીની ઘણો નજીક રહે છે. આ તિથિ પર ચંદ્ર પૂર્ણ કળાઓમાં હોય છે અને પોતાની ચમકતી રોશનીથી ધરતીને પાવન કરી દે છે. આ દિવસે ચંદ્રદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શરદ Purnima તિથિ પર જ ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો.
Janmashtami ના દિવસે ઉપવાસ કરો છો તો આ વાતને ખાસ ધ્યાન માં રાખવી, જાણો….
શરદ પૂનમ ના દિવસે લક્ષ્મી પૂજન
સમુદ્ર મંથનથી માત્ર અમૃત જ નહોતુ નીકળ્યુ. ક્ષીર સાગરમાં દેવ અને દૈત્યો દ્વારા કરાયેલા મંથનથી શરદ પૂર્ણિમાના દિવસે જ લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ થઈ હતી. આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનુ વિધાન છે. માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મી મા ધરતી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જઈને તેમનુ કલ્યાણ કરે છે. જે ઘર પર માતા પ્રસન્ન થઈ જાય છે ત્યાં ધન-સંપત્તિની કોઈ કમી નથી રહેતી. આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની પરંપરા છે. તેમની આરાધનાથી સહુની મનોકામનાઓ પૂર્ણ થાય છે.