સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આજે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે, ધોરણ 10 અને 12 ની ટર્મ-1 માટેની બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે. આ પરીક્ષાઓ હવે ઓનલાઇન રહેશે નહીં. જો પ્રશ્ન પરીક્ષાના ટાઈમટેબલનો છે તો તે પણ 18 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર કરી દેવામાં આવશે એવી માહિતી મળી રહી છે.
વિદ્યાર્થીઓને વિનંતી કરવામા આવી છે કે, CBSEની અધિકારીક વેબસાઈટ સાથે જોડાયેલા રહે. પરીક્ષા અંગેની તમામ જરૂરી માહિતી અહીં આપવામા આવશે.
આ રીતનું રહેશે પરીક્ષાનું ફોર્મેટ :
બોર્ડે જણાવ્યું હતું કે, આ વખતે CBSE બોર્ડની પરીક્ષાઓ ઓબ્જેક્ટિવ ટાઇપની રહેશે અને પરીક્ષાનો સમયગાળો પણ ફક્ત ૯૦ મિનિટનો જ રહેશે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પરીક્ષાનો સમય વહેલી સવારે 10.30 ની જગ્યાએ 11.30 વાગ્યાનો રાખવામા આવશે. CBSE એ કોરોના રોગચાળાને કારણે જુલાઈ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજનાની જાહેરાત કરી હતી. બોર્ડે નિર્ણય લીધો હતો કે, ટર્મ-2ની પરીક્ષાઓ માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન યોજાશે.
વિદ્યાર્થીઓ GUJCET માટે તૈયાર !! શિક્ષણ બોર્ડે જાહેર કરી પરીક્ષાની તારીખ, આજે જ જાણો…
શું કહ્યું પરીક્ષા નિયંત્રકે?
આ અંગે વાત કરતાં CBSE પરીક્ષા નિયંત્રક સમર્થ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ‘ટર્મ-1ની પરીક્ષા લીધા બાદ પરિણામો માર્ક્સ તરીકે જાહેર કરવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે રીપીટરની શ્રેણીમાં મુકવામાં આવશે નહિ. ટર્મ-1 અને ટર્મ-2ની પરીક્ષા બાદ અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અથવા આંતરિક મૂલ્યાંકન, ટર્મ-1 પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલાં શાળાઓમાં પૂર્ણ કરવામાં આવશે.’