જૂનાગઢ, ઉપલેટા, જેતપૂર, ભાયાવદર, કોલકીમા લોકોમાં Light દેખાતા ગભરાટ
ધડાકો સંભળાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
જૂનાગઢ શહેર અને આસપાસના મેવાસા, વંથલી સહિતના વિસ્તારમાં રાતે અચાનક આકાશમાં આગના લબકારા જેવું જોવા મળતા ભારે ચર્ચા જાગી છે.
જૂનાગઢના એક ટ્રાફ્કિ બીગ્રેડ જવાને પોતાના ઘરની અગાશી ઉપરથી ઉતરેલા આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયોમાં ગણતરીની મિનિટોમાં ભારે વાયરલ થયો છે. જેમાં આકાશમાં અચાનક આગના લબકારા મારતી ચાર Light લબુક ઝુબક થતી નજરે જોવા મળી હતી. થોડી થોડી વારે દેખાય તો પળવારમાં અલિપ્ત થતી આ ખગોળીય ઘટના હોવાનું માનવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં અનેક લોકોએ આ ઘટના નિહાળીહતી. પરંતુ હજુ સુધી શેનો પ્રકાશ છે તે સતાવાર રીતે બહાર આવ્યુ નથી. ઉપલેટામાં રાત્રિના ૯-૧પ મિનીટે વી.પી. ઘેટીયા સ્કૂલ પાસે કોલકી રોડ પર પ્લેન પસાર થય બાદ પાંચ મિનીટમા ભેદી ધડાકો થયો હતો. પીળા કલરની Light દેખાઈ હતી.
આ વિડીયો જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો….
સમગ્ર શહેરમા ભેદી ધડાકો સંભળાતા લોકો કુતૂહલવશ ઘરની બહાર નીકળી ગયા હતા. અગાસી ઉપર ચડી ગયા હતા.પાંચથી સાત મિનીટ સુધી પીળા કલરની Light દેખાઈ હોવાનુ હોવાનુ નજરે જોનારા લોકોનુ કહેવુ છે. લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ખગોળીય ઘટના હોવાનુ પણ લોકોમા ચર્ચાતુ હતુ.આ ઉપરાંત ભાયાવદર અને કોલકીમા તેજ Light વાળો અવકાશી પદાર્થ જોવા મળ્યો હતો. દરમિયાન ઉપલેટામા લોકમુખે ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે રાત્રિના સમયે જે અગનગોળા જોવા મળ્યા છે તે નાસાનુ સ્પેશ શટલ હોવાનુ માનવામા આવે છે.
રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ઉપરાંત જામજોધપુર અને વંથલી સહિતના સૌરાષ્ટ્ર્ના કેટલાક ગામોમા આકાશમા તરતી ચમકતી Light દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું ધોરાજી – ઉપલેટા વચ્ચે ભેડી ધડાકો સંભળાયો હતો, બીજીતરફ આકાશમાં અચાનક Light જેવો તેજપૂંજ ઝળહળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે લોકો અગાસીએ ચડી ગયા હતા અને આકાશી નજારાને જોઈને અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું.
એરફોર્સના પ્લેન હોવાનુ પ્રાથમિક તારણ- ધોરાજીના પ્રાંત અધિકારી જી.વી. મીયાણીએ જણાવ્યુ હતુ કે સાંજના સમયે ધોરાજી સહિતના વિસ્તારમા ત્રણ પ્રકાશવાળો પદાર્થ આકાશમા તરતો જોવા મળ્યો હતો. આ અંગે તપાસ કરવામા આવી હતી પરંતુ પ્રાથમિક તણાસમા આ પદાર્થ એરફોર્સના પ્લેન હોઈ શકે છે. આ બાબતે કોઈ સચોટ માહિતી મળી નથી. જોકે ધડાકા અંગે ડે. કલેકટરે કહ્યુ હતુ કે સુપર સોનિક પ્લેન પસાર થાય પછી તેની ઝડપના કારણે જે તે વિસ્તારમા પ્રચંડ ધડાકા થતા હોય છે. આ ધડાકા સુપર સોનિક પ્લેનના હોવાનુ પણ અનુમાન લગાવાય રહ્યુ છે.