વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુને જાહેરાત કરી હતી કે 21 જુન સોમવારથી સમગ્ર દેશમાં કોરોના વિરોધી રસીનાં નિ:શુલ્ક ડોઝ લગાવવામાં આવશે, Vaccination નાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને Free Vaccination ડોઝ લગાવવામાં આવશે, અને સંપુર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે, વધુ એક મહત્વની વાત છે કે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન અનિવાર્ય નથી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં નિશુલ્ક Vaccination કરવાનો નિર્ણય લીધો
દેશમાં Vaccination ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં Free Vaccination કરવાનો નિર્ણય લીધો હતો.
જેમાં સોમવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી લગાવવામાં આવશે. હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં. હવે કેન્દ્ર સરકાર આ રસીઓ ખરીદશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે આપશે.
કેન્દ્ર સરકાર જૂની નીતિ પર પાછા જવા માટે સંમત થઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, કેન્દ્ર સરકારજૂની નીતિ પર પાછા જવા માટે સંમત થઈ કારણ કે ઘણા રાજ્યોએ કહ્યું હતું કે તેઓને રસી ખરીદવામાં, તેના લોજિસ્ટિક્સનું સંચાલન કરવામાં અને નાણાંનું સંચાલન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી રાષ્ટ્રીય Vaccination કાર્યક્રમને પણ અસર થઇ રહી હતી. તેથી, 21 જૂનથી, કેન્દ્ર સરકારે દેશભરમાં નિ:શુલ્ક Vaccination ની જાહેરાત કરી છે.
Vaccination બ્રહ્માસ્ત્રરૂપ બન્યું
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર વિશ્વને માટે માથાનો દુ:ખાવો બનેલા કોરોના રોગચાળાનો સામનો કરવા Vaccination બ્રહ્માસ્ત્રરૂપ બન્યું છે. કોવિડ -19 Vaccination નું કામ વિશ્વભરમાં ચાલી રહ્યું છે. ભારતમાં દરરોજ લગભગ 30 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ Vaccination વધુ ઝડપી બનશે.