Ethanol – પેટ્રોલની વધતી કિંમતો પર સરકાર કાબૂ લાવવા માટે એક કામ કરવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલના બદલે એવું ઈંધણ યૂઝ કરશે જે ઘણું સસ્તું હોઈ શકે છે.
ભારતમાં જ બનશે ખાસ પ્રકારની ગાડીઓ
સરકાર જલ્દી કરવા જઈ રહી છે આ કામ
પેટ્રોલના બદલે એવું ઈંધણ યૂઝ કરશે જે ઘણું સસ્તું હોઈ શકે છે
પેટ્રોલના બદલે યૂઝ કરાશે Ethanol
આ ઈંધણ છે એથનોલ (ethanol),સરકાર આવનારા 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન (flex-fuel engines)પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
એવામાં એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે અનિવાર્ય કરાશે. Flexible Fuel એટલે કે એવું ઈંધણ જે પેટ્રોલના બદલે યૂઝ કરાય અને તે છે એથનોલ. સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે આ એક વૈકલ્પિક ઈંધણ છે અને તેની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લિટર રહેશે. પેટ્રોલની કિંમત હાલમાં 100 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધારે છે. આ માટે એથનોલનો ઉપયોગથી દેશના લોકોને 30-35 રૂપિયા પ્રતિ લિટરની બચત થશે.
ફ્લેક્સ ફ્યૂલ એન્જિન બનશે અનિવાર્ય
એક ઈવેન્ટમાં નિતિન ગડકરીએ કહ્યું કે હું પરિવહન મંત્રી છું. હું ઈન્ડસ્ટ્રીને આદેશ જાહેર કરવાનો છું કે ફક્ત પેટ્રોલ એન્જિન નહીં રહે. ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પણ હશે. જે લોકોને માટે વિકલ્પ હશે કે તેઓ 100 ટકા કાચા તેલનો ઉપયોગ કરે કે પછી 100 ટકા એથનોલનો ઉપયોગ કરી શકે. તેઓએ કહ્યું કે હું આવનારા 8-10 દિવસમાં આ માટે નિર્ણય લેવા જઈ રહ્યો છું, અમે ફ્લેક્સ ફ્યૂલ એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે અનિવાર્ય કરવા જઈ રહ્યા છીએ.
અનેક દેશોમાં બને છે ફ્લેક્સ ફ્યૂઝ એન્જિન
નીતિન ગડકરીએ કહ્યું કે બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. દેશમાં ગ્રાહકોને 100 ટકા પેટ્રોલ કે 10 ટકા બાયો Ethanol નો વિકલ્પ અપાશે. નિતિન ગડકરીએ કહ્યું કે હાલમાં પેટ્રોલમાં 8.5 ટકા Ethanol મિક્સ કરાય છે જે 2014માં 1.5 ટકા હતું. એથનોલની ખરીદી પણ 38 કરોડ લિટરથી વધીને 320 કરોડ લિટર પહોંચી છે.
પેટ્રોલથી ઘણું સારું છે Ethanol ફ્યૂલ
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીનું કહેવું છે કે Ethanol પેટ્રોલથી સારું ઈંધણ છે. આ ઓછા ખર્ચ, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી છે. ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપનારું પગલું છે. દેશમાં મકાઈ, છાંડ, ઘઉં સરપ્લસ છે. ખાદ્યાન્નનો સરપ્લસ સમસ્યા જન્માવે છે. પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય આંતરરાષ્ટ્રિય કિંમતો અને ઘરેલૂ બજારની કિંમતથી વધારે છે આ માટે સરકારે આ નિર્ણય લીધો છે. ખાદ્યાન્ન અને શેરડીના રસના ઉપયોગથી એથનોલનો જ્યૂસ બને છે.
હાલમાં જ પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રદૂષણમાં ઘટાડો અને ઈમ્પોર્ટ પર નિર્ભરતાને ઘટાડવા માટે પેટ્રોલની સાથે 20 ટકા Ethanol બ્લેંડિંગને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય 2025 કરી દેવાયું છે. સરકારે ગયા વર્ષે 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા એથનોલ બ્લેંડિંગ અને 2030 સુધી 20 ટકા ડોપિંગનું લક્ષ્ય રાખ્યું હતું.