આપણે ત્યાં એક હાઇ રાઇઝ Building ઊભી કરવામાં મહિનાઓથી વર્ષોનો સમય જતો હોય છે અને ઘર કે ઓફિસનું પઝેશન લેવામાં આટલો લાંબો સમય રાહ જોવી સ્વાભાવિક હોય છે ત્યારે જ ચીને વધુ એક આૃર્ય સર્જ્યુ છે.
ચીનના એક ડેવલપરે ફક્ત ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળની ઇમારત ઊભી કરી સૌને આૃર્ય ચકિત કર્યા છે.
ચીનના ચાંગ્શામા બ્રોડ ગ્રૂપે પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ઇમારત ઊભી કરી દીધી છે અને તેનો વીડિયો તૈયાર કરીને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધો છે અને હાલમાં આ વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે, લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઇ શકે અને તે અંગે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
હવે આપણે આ પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીની વાત કરીએ તો તેના હેઠળ હાઇ રાઇઝ Building નું નિર્માણ નાના-નાના સેલ્ફ કન્ટેન્ટ મોડયૂલર એકમોનું એસેમ્બલ કરીને ઇમારત ઊભી કરવામાં આવે છે, આ એકમોને પહેલેથી ફેક્ટરીમાં તૈયાર કરી દેવામાં આવે છે. વાસ્તવમાં પ્રી-ફેબ્રિકેટેડ ઇમારતોને ઝડપથી જોડવા માટે જડિઝાઇન કરવામાં આવે છે.
સરળ લિવિંગ Building સિસ્ટમ
બ્રોડ ગ્રૂપની આ લિવિંગ સિસ્ટમની સૌથી વધારે નોંધપાત્ર ખાસિયત એ છે કે દરેકે દરેક Building મોડયૂલ એકમને ફોલ્ડ કરવામાં આવે ત્યારે શિપિંગ કન્ટેનર તરીકે સમાન ડાઇમેન્શન્સ ધરાવે છે. જેતી તેનું વહન કરવામાં ભારે સરળતા રહે છે અને ઇન્સ્ટોલ કરવું પણ સરળ પડે છે. આ કમ્પોનન્ટને સ્ટાન્ડર્ડ શિપિંગ કન્ટેનરમાં આસાનીથી ફિટ બેસે તેવા રાખવામાં આવે છે. તેથી છેલ્લે બોલ્ટ લગાવવા સિવાય કોઇ કામ રહેતું નથી.
આવી રીતે થયું Building નું નિર્માણ
ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા Building ના તમામ હિસ્સાને તેના નિર્માણના સ્થળ પર લાવી દેવામાં આવ્યા હતાં. આ એકમોને ક્રમબદ્ધ રીતે એક પછી એક નટ-બોલ્ટની મદદથી એક બીજા સાથે જોડવામાં આવ્યા હતાં અને એમ કરતાં આખી ઇમારત ઊભી થઇ ગઇ હતી. તે પછી તેને વીજળી અને પાણીનું કનેક્શન જોડી આપવામાં આવ્યું હતું.