શું તમે પણ ફિક્સ પગારની નોકરી કરી કરીને કંટાળી ગયા છો? એન કોઈ નવો Business શરૂ કરવા માંગો છો? તો આજે અમે તમને એક એવો Business આઈડિયા અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત ગામડાથી માંડીને નાના-મોટા કોઈપણ શહેરમાં શરૂ કરી શકાય છે અને તેનાથી જોરદાર કમાણી પણ થઇ શકે છે. આ Businessથી તમે દર મહિને સરળતાથી 5થી 10 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
વાસ્તવમાં, છેલ્લા કેટલાંક સમયથી કાર્ડબોર્ડ બોક્સની માંગ સતત વધી રહી છે. દરેક નાના-મોટાથી લઈને મોટા સામાનના પેકીંગ માટે તેની જરૂર પડે છે, તેની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે દર મહિને તેની માંગ રહેતી હોય છે. જણાવી દઈએ કે આ Businessને મંદીની ઘણી ઓછી અસર થાય છે. ઓનલાઇન Businessમાં તેની સૌથી વધુ જરૂરિયાત રહે છે.
જાણો શું છે કાર્ડબાર્ડ
આ મોટા કવર કે જે બાંધવાના કામમાં આવે છે અથવા બીજા સરળ શબ્દોમાં કહીયે તો પુસ્તકો પર જે કવર ચઢાવીએ છીએ તેવા મોટા જાડા કાગળને કાર્ડબોર્ડ કહે છે. તેના માટે કાચા રૉ મટીરિયલની વાત કરીયે તો આ Business શરૂ કરવા માટે ક્રાફટ પેપરની સૌથી વધુ જરૂર પડે છે. તેની બજારમાં કિંમત લગભગ 40 રૂપિયા કિલો હોય છે. જેટલી સારી ક્વોલિટીનું ક્રાફટ પેપર યુઝ કરશો તેટલી જ સારી ક્વોલિટીના કાર્ડબોર્ડ બનશે.
જગ્યા અને મશીનની પડશે જરૂર
આ ધંધો શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 5000 વર્ગ ફુટની જગ્યા હોવી જરૂરી છે. તેના માટે પ્લાન્ટ લગાવવો પણ જરૂર છે. તેની સાથે જ લાલ રાખવા મારે ગોડાઉનની પણ જરૂર પડે છે. આ Business વધુ ભીડ વળી જગ્યાએ શરૂ ન કરો. તેના માટે તમારે 2 પ્રકારના મશીનની જરૂર પડશે. એક સેમી ઓટોમેટિક મશીન અને બીજી ફોલ્લી ઓટોમેટિક મશીન બંનેમાં જેટલો રોકાણનો ફર્ક છે તેટલો જ તેના કદ-આકારનો પણ ફેર છે.
જાણો કેવી રીતે કરશો બમ્પર કમાણી
કોરોના કાળમાં આ Businessની ડિમાન્ડમાં ઘણો જ વધારો થયો છે. આ Businessમાં પ્રોફિટ માર્જિન ઘણું જ વધુ છે, જો આ Businessની સારી રીતે માર્કેટિંગ કરવામાં આવે અને સારા ગ્રાહકો બનાવો છો તો આ Businessને શરૂ કરીને દર મહિને 5થી 10 લાખ રૂપિયાની કમાણી સરળતાથી કરી શકો છો.
ઘરના ધાબાની મદદથી કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે ?
જાણો કેટલું કરવું પડશે રોકાણ
રોકાણની વાત કરો તો તે તમારા પર નિર્ભર કરે છે કે તમે આ Businessના નાના સ્કેલ પર શરૂ કરવા માંગો છો કે લાર્જ લેવલ પર. જો તમે મોટા લેવલ પર આ Businessની શરૂઆત કરવા માંગો છો તો તેના માટે તમારે 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. તો, ફુલ્લી ઓટોમેટિક મશીનો દ્વારા કરો તો તેના પર અંદાજિત 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે છે.