અમેરિકન રિસર્ચર્સે હાથમાં પહેરવામાં આવતા એક એવી ડિવાઇસની શોધ કરી છે જે કોઇ વ્યક્તિના પરસેવા (Sweating)નો ઉપયોગ કરીને તેનાથી વીજળીનું નિર્માણ કરી શકે છે. આવુ શક્ય બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ડિવાઇસનું એક પ્રોટોટાઇપ તૈયાર કર્યુ છે. તેની મદદથી પરસેવાથી પહેલા વીજળી તૈયાર થશે અને પછી ફોન ચાર્જ થશે. આ ડિવાઇસને સેનડિએગોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચર્સે તૈયાર કરી છે.
કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી
અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર ડિવાઇસને આંગળી પર પહેરવામાં આવશે.
રાતે સૂતી અથવા બેસતી વખતે નીકળતા પરસેવા (Sweating)થી વીજળી તૈયાર થશે. તેનાથી સ્માર્ટફોન અને સ્માર્ટવૉચ ચાર્જ થશે. ડિવાઇસમાં ઇલેક્ટ્રિકલ કંડક્ટર લાગેલા છે. તેમાં કાર્બન ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંગળીમાંથી નીકળતા પરસેવા (Sweating)ને શોષી લે છે. ઇલેક્ટ્રોડ પર રહેલા એંઝાઇમ પરસેવા (Sweating)ના કણો વચ્ચે કેમિકલ રિએક્શન શરૂ કરે છે. તેનાથી વીજળી પેદા થાય છે. ઇલેક્ટ્રોડની નીચે નાની ચિપ લગાવવામાં આવી છે, જેને દબાવવા પર ડિવાઇસ પાવર જનરેટ કરવા લાગે છે.
ડિવાઇસમાં લાગેલુ મટિરિયલ ફ્લેક્સિબલ
અમેરિકન રિસર્ચર્સ લૂ યિનનું કહેવુ છે કે ડિવાઇસનો આકાર એક સ્ક્વેર સેન્ટીમીટર છે. ડિવાઇસમાં લગાવવામાં આવેલુ મટિરિયલ ફ્લેક્સિબલ છે. તેથી તેને આંગળી પર પહેરવામાં અસહજ મહેસૂસ નહી કરો. તેને ગમે ત્યારે ગમે તેટલા સમય માટે પહેરી શકાય છે. રિસર્ચર્સનું કહેવુ છે કે આ ડિવાઇસ ધીરે-ધીરે પાવર તૈયાર કરે છે. એક સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે માનવીએ આશરે 3 અઠવાડિયા સુધી આ ડિવાઇસને પહેરી રાખવુ પડશે. ભવિષ્યમાં તેને ચાર્જ કરવાની કેપેસિટી વધારવામાં આવી શકે છે.
આંગળીઓ પર તેના માટે ચિપ લગાવવી જરૂરી
જો તમે આંગળીઓમાં તેને પહેરવામાં આવે તો 10 ગણા સુધી વધુ એનર્જી સ્ટોર કરી શકાય છે. ડિવાઇસને આંગળી પર એટલા માટે પહેરવામાં આવે છે કારણ કે અહીં પરસેવો વધુ થાય છે. જેવો પરસેવો (Sweating)નીકળવાનો શરૂ થાય છે પાવર જનરેટ થવા લાગે છે. આંગળીઓમાંથી પરેસવો અથવા ભેજ નીકાળવા માટે એક્સરસાઇઝ અથવા ફિઝિકલ એક્ટિવિટીની જરૂર નથી પડતી. સીનિયર પ્રોફેસર જોસેફ વોન્ગનું કહેવુ છએ કે ફિંગરની ટિપ પર જો તમે કંઇ ન પણ કરી રહ્યાં હોય તો પણ થોડા ઘણા પ્રમાણમાં પરસેવો હોય છે. આ ટેક્નોલોજીની મદદથી તમે કોઇ મહેનત કર્યા વિના તેનાથી વીજળી જનરેટ કરી શકો છો.